પીએમ મોદીના અમેરિકા પ્રવાસનો આજે અંતિમ દિવસ, રાષ્ટ્રગીત ગાયા બાદ સિંગર મિલબેને PMના ચરણ સ્પર્શ કર્યા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-24 13:58:46

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન અનેક હસ્તીઓ સાથે તેમણે બઠક કરી હતી. પીએમ મોદીનું સ્વાગત વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પીએમ માટે અમેરિકાના રાષ્ટ્રપતિએ પહેલા પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું હતું તે બાદ સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિ પક્ષીય બેઠકો પણ થઈ હતી. અમેરિકી સંસદમાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું અને સંસદ ભવન મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું. જે ઘટના ભારતમાં 9 વર્ષના સમય દરમિયાન નથી થઈ તે અમેરિકામાં બની હતી. અમેરિકામાં પીએમ મોદીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. ત્યારે આજે તેમના યુએસ પ્રવાસનો અંતિમ દિવસ હતો. જો બાઈડને પીએમ મોદીએ AI લખેલી ટી શર્ટ ભેટમાં આપી. 

બાઈડને મોદીને લાલ કલરની ટી-શર્ટ ભેટમાં આપી હતી.


H-1B વિઝા માટે પીએમ મોદીએ કહી આ વાત

પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી ડાયસ્પોરાને સંબોધવા રોનાલ્ડ રીગન સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકોએ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા. લોકોને સંબોધતા તેમણે અનેક મહત્વની વાતો કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 3 દિવસમાં મેં જો બાઈડેન સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી. હું અનુભવથી કહું છું કે બાઈડેન એક અનુભવી પીઢ નેતા છે. તેમણે કહ્યું કે હવે અમેરિકામાં જ H-1B વિઝા રિન્યૂ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. વધુમાં તેમણે કહ્યું કે ભારત લોકશાહીની માતા છે અને અમેરિકા આધુનિક લોકશાહીનું ચેમ્પિયન છે. આજે, વિશ્વ બે મહાન લોકશાહીની ભાગીદારીને વધુ મજબૂત થતી જોઈ રહ્યું છે. અમેરિકા અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર અને નિકાસ સ્થળ છે.

    



આંતરરાષ્ટ્રીય સિંગર પીએમ મોદીને પગે લાગ્યું  

પીએમ મોદીના સંબોધને તો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું પરંતુ લોકો ત્યારે વધારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેન પીએમ મોદીને પગે લાગ્યા. રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય ગાયીકાએ ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાયું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે તે પીએમ મોદીને પગે લાગી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા મૈરી મિલબેને જણાવ્યું કે હું સન્માનિત મહેસુસ કરી રહી છું. મહત્વનું છે કે જ્યારે અમેરિકી સંસદમાં પીએમ મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે તાળીઓનો ગડગડાટ સંભળાતો હતો, અનેક વખત સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું હતું. સેલ્ફી માટે પણ લાઈનો જોવા મળી હતી. પીએમ મોદીના અમેરિકી પ્રવાસથી ભારતને ફાયદો થશે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?