अक्षरम् अहं पुरुषोत्तम दासोस्मि
એનો અર્થ થાય છે , "હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું". આ મંત્ર મહંત સ્વામી મહારાજે આપ્યો હતો. અને આજે સ્વામિનારાયણ ભગવાનના જે દાસ છે એટલે કાર્યકર્તાઓ છે એ લોકો માટે BAPSએ "કાર્યકર સુવર્ણ મહોત્સવ"નું આયોજન કર્યું છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે..
કેમ આટલો ભવ્ય કાર્યક્રમ?
પ્રમુખસ્વામી મહારાજે 1972ની 7મી ડિસેમ્બરે કાર્યકરો માટે સંગઠિત માળખું તૈયાર કર્યું હતું. આજે 52 વર્ષ પછી તે વિશાળ વટવૃક્ષ બની ગયું અને એ ખુશીમાં ભારત સહિત 30 દેશના 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. અને મહત્વની વાત એ છે કે 10 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા 3 મહિનાથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે. આ કાર્યકરો પ્રત્યે મહંત સ્વામીને એવી લાગણી છે કે બધા સ્વયં સેવકો છે બધુ પોતાના હાથે કર્યું છે
કાર્યક્રમમાં શું છે ખાસ?
મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 5 વાગ્યે મહંત સ્વામીના 20 મિનિટના પ્રવેશોત્સવ બાદ આ વિચારનું બીજ કેવી રીતે રોપાયું, કેવી રીતે આ વૃક્ષ સર્જાયું અને આજે સમગ્ર સમાજને કેવી રીતે તેના ફળ મળી રહ્યાં છે તેની વાતો થશે સાથે જ આકર્ષણનું કેન્દ્રએ છે કે આકાશમાં ઉગતાં ફળો જોવા મળશે, પાણીના એક ટીપામાંથી સમગ્ર સ્ટેડિયમમાં લહેર રચાશે સાથે જ સેંકડો કલાકાર, લાઇટ, સાઉન્ડ અને પ્રોજેક્ટરના વિઝ્યુઅલ્સ સાથે તાલ મિલાવીને પ્રસ્તુતિઓ આપશે.
તો આ ભવ્ય કાર્યક્રમ તમે જમાવટ પર પણ નિહાળી શકશો .....