જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઘણા સમયથી ગુજરાતના ભાવી શિક્ષકો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકારને પોતાની માગની રજૂઆત ઉમેદવારોએ અનેક વખત કરી પરંતુ સરકાર મક્કમતાથી પોતાના નિર્ણય પર અડગ છે. જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટીઓ આવી છે. કોંગ્રેસે દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ધરણા કમ રેલી યોજવામાં આવે છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા નિકાળવામાં આવી છે. દાંડીથી શરૂ થયેલી યાત્રાને આજે ચોથો દિવસ છે. આ યાત્રા આજે ક્યાં જશે તેનો મેપ યુવરાજસિંહ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે.
યુવાઓને તેમનો અધિકાર અપાવવા માટે નીકળેલી
— AAP Gujarat (@AAPGujarat) October 16, 2023
યુવા અધિકાર યાત્રાનો દિવસ 4 #યુવા_અધિકાર_યાત્રા pic.twitter.com/ap2tLRauAr
આમ આદમી પાર્ટીએ કર્યું છે દાંડીયાત્રા 2.0નું આયોજન
ગુજરાતમાં જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TAT પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારે તેમની વાત ન સાંભળી પરંતુ વિપક્ષોએ તેમને સમર્થન આપ્યું છે. વિપક્ષ દ્વારા ઉમેદવારોને સમર્થન આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ અનેક જગ્યાઓ પર જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી સહિત અનેક ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરવા દાંડીથી રેલી યોજી નિકળ્યા છે. આપ દ્વારા શરૂ કરવામાં આવેલી યુવા અધિકાર રેલીનો આજે ચોથો દિવસ છે.
અલગ અલગ રીતે પોતાની વાત પહોંચાડવાનો કર્યો છે પ્રયત્ન
મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી પોતાની માગને પહોંચાડવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ પ્રયત્ન કર્યો છે. અનેક વખત ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો પ્રયત્ન કર્યો તો કોઈ વખત પીએમ મોદીને પત્ર લખી પોતાની વાતને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ દરેક વખત તેમની આશા નિષ્ફળ નીવડી છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલી લડાઈ કોઈ અંજામ પર પહોંચે છે?