"ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો"
આ શબ્દો નરેન્દ્રનાથ દત્તના જેમને આપણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ. આજે સ્વામી વિવેકાનંદને એટલે યાદ કરવા છે કારણ કે આજે તેમની જન્મ જયંતી છે. તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશને તો પ્રતિદિન યાદ કરવા જોઈએ પરંતુ દરેક વસ્તુની જેમ આવા ઉદ્દેશય આપનાર મહાનપુરૂષોને આપણે કદાચ એક-બે દિવસો પૂરતા સિમીત કરી દીધા છે, એમાં અમે લોકો પણ આવી ગયા! આવા વ્યક્તિત્વ વિશે ચર્ચા મુખ્યત્વે ત્યારે કરવામાં આવે છે જ્યારે તેમની જન્મ જયંતી હોય કે પછી તેમની મરણ તિથી હોય. ત્યારે આજે થોડું જાણીએ સ્વામી વિવેકાનંદના જીવન વિશે.
રામ કૃષ્ણ પરમહંસને નરેન્દ્ર દત્તે બનાવ્યા આધ્યાતિમક ગુરૂ!
સ્વામી વિવેકાનંદજીનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પરિવાર વિશે વાત કરીએ તો તેમની માતા અને એક બહેન હતી. તેમના પિતાનું અવસાન તે નાના હતા ત્યારે થઈ ગયું હતું. વર્ષ 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથે નરેન્દ્રદત્તની મુલાકાત થઈ અને તેમનું જીવન બદલાઈ ગયું. નરેન્દ્રદત્તે રામ કૃષ્ણ પરમહંસને પોતાના ગુરૂ તરીકે સ્વીકારી લીધા. રામ કૃષ્ણ પરમહંસના અવસાન બાદ તેઓ સન્યાસી બન્યા અને તેમનું નામ નરેન્દ્ર દત્તમાંથી સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાવવા લાગ્યા.

શિકાગોમાં સ્વામી વિવેકાનંદે કર્યું હતું ભારતનું પ્રતિનિધિત્વ
અનેક એવી વાતો, અનેક એવા ઉપદ્દેશ છે જેને લઈ સ્વામી વિવેકાનંદ આપણને યાદ આવતા હોય છે. પરંતુ શિકાગોના ધર્મ પરિષદમાં તેમણે આપેલું પ્રવચન આજે પણ યાદ કરવામાં આવે છે. 11 સપ્ટેમ્બર 1893માં સ્વામી વિવેકાનંદએ ધર્મ પરિષદમાં ભાગ લીધો, તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.પ્રવચનમાં તેમણે કહ્યું હતું....

अमेरिका में मेरे भाइयों और बहनों मुझे गर्व है कि मैं एक ऐसे देश से हूं, जिसने इस धरती के सभी देशों और धर्मों के सताए लोगों को शरण में रखा है। मैं आपको अपने देश की प्राचीन संत परंपरा की तरफ से धन्यवाद देता हूं। आपको सभी धर्मों की जननी की तरफ से भी धन्यवाद देता हूं और सभी जाति, संप्रदाय के लाखों, करोड़ों हिंदुओं की तरफ से आभार व्यक्त करता हूं। मेरा धन्यवाद कुछ उन वक्ताओं को भी जिन्होंने इस मंच से यह कहा कि दुनिया में सहनशीलता का विचार सुदूर पूरब के देशों से फैला है। मुझे इस बात का गर्व है कि मैं ऐसे धर्म से हूं जिसने दुनिया को सहिष्णुता और सार्वभौमिक स्वीकृति का पाठ पढ़ाया और हम सभी धर्मों को स्वीकार करते हैं। जिस तरह अलग-अलग जगहों से निकली नदियां, अलग रास्तों से होकर समुद्र में मिलती हैं, ठीक उसी तरह मनुष्य भी अपनी इच्छा से अलग रास्ते चुनता है। ये रास्ते दिखने में भले ही अलग-अलग लगते हैं लेकिन ये सभी ईश्वर तक ही जाते हैं।''
આવો જાણીએ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલા થોડા ઉપદેશય વિશે...


