STORY BY - DIMPLE BHATT
પ્રતિદિન વધી રહેલા આત્મહત્યાના કિસ્સાને રોકવા તેમજ જીવનનું મુલ્ય સમજાવા 10 સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેન્શન ડે ઉજવવામાં આવે છે
2003માં International Association For Suicide Preventionએ World Health Organizationના સહયોગથી આ દિવસના ઉજવણીની શરૂઆત કરાઈ હતી
પહેલાના જમાનામાં લોકો મજબૂત મનોબળ ધરાવતા હતા પરંતુ અત્યારે લોકોનું મનોબળ નબળું થઈ ગયું છે. કોરોના બાદ તો લોકોની મનસ્થિતિ એકદમ નબળી થઈ ગઈ છે. લોકો જીવનથી કંટાળીને મોતને વ્હાલું કરવાનું વધારે પસંદ કરે છે. પોતાનું જીવન ટુંકાવવા માટે લોકો અનેક માર્ગ અપનાવતા હોય છે. કોઈ ઉંચી બિલ્ડીંગથી કૂદી જીવન સમાપ્ત કરી દે તો પંખે લટકી જીવનનો અંત લાવે છે. નાની નાની વાતને દિલ પર લઈ લોકો ઉશ્કેરાઈ જાય છે. મહિલાઓ, પુરૂષો તેમજ હવે તો બાળકો પણ ઉશ્કેરાઈ જઈ પોતાનું જીવન ટુંકાવી રહ્યા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના રિપોર્ટના પ્રમાણે ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓમાં 9.2 ટકાનો વધારો થયો છે. સુરત અને અમદાવાદમાં આત્મહત્યાની સંખ્યા 4 આંકડામાં પહોંચી છે. કૌટુંબીક કારણોસર, પ્રેમ નિષ્ફળ જતા, ઉચ્ચ અધિકારીના ત્રાસથી તેમજ આર્થિક સમસ્યાને કારણે લોકો મોતને વ્હાલું કરે છે. સાબરમતી નદીમાં ઝંપલાવી પોતાના જીવનને ટુંકાવવાની ઘટનામાં અનેક ઘણો વધારો થયો છે. શિક્ષક, પોલીસ કર્મી, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વ્યવસાય ધરાવતા લોકો હોય જીવન જીવવા કરતા મોતને ગળે લગાવવાનું પસંદ કરે છે
નીટની પરીક્ષામાં નિષ્ફળતા મળવાને કારણે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. અમદાવાદમાં પોલીસે સપિવાર આપઘાત કર્યો હતો. સિનિયરોના ત્રાસથી પોલીસ પણ કંટાળી મોતને વ્હાલું કરે છે. જેનું ઉદાહરણ થોડા દિવસો પહેલા જ જોયું. વ્યાજ ખોરોનો ત્રાસ પણ વધતો જઈ રહ્યો છે. મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો છે. આર્થિક રીતે કંટાળી ગયેલા લોકો જીવન ટુંકાવવાનું વધારો પસંદ કરે છે. શિક્ષકો પણ આત્મહત્યા કરી રહ્યા છે તો વિદ્યાર્થીઓ પણ નાપાસ થવાના ડરથી જીવનનો અંત લાવતા હોય છે.
આજના લોકો ખૂબ જ ઝડપથી હતાશા પામી રહ્યા છે. ત્યારે એટલું જ કહેવું છે કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે, મરવાથી કંઈ નહીં મળે. એક વ્યક્તિ તો આત્મહત્યા કરી દુનિયાથી વિદાય લઈ લે છે પણ પોતાની પાછળ પોતાના પરિવારને રડતો મૂકી જાય છે.