આજે છે સોનલ બીજ, જાણો આઈશ્રી સોનલમાં અને સોનલ ધામ વિશે


  • Published By :
  • Published Date : 2022-12-25 15:53:09

પોષ સુદ બીજ એટલે મા સોનલનો જન્મદિવસ. એવું માનવામાં આવે છે કે સંવત 1980 પોષ સુદ બીજના રોજ જૂનાગઢના કેશોદના મઢડા ગામમાં તેમણે જન્મ લીધો.  હમીરભાઈ મોડ અને રાણાબાઈને ત્યાં પાંચમી પુત્રી બની આઈમાં શ્રી સોનલબાઈએ ભક્તોના કલ્યાણ અર્થે જન્મ લીધો. આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે. હમીરબાપુને ત્યાં સોનલમાંએ પાંચમી પુત્રીના રૂપમાં તેમણે જન્મ લીધો. પહેલેથી ચાર દિકરીઓ હોવા છતાંય આનંદથી ઉત્સાહથી તેમના પિતાએ અને તેમના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

 Facebook

તેમના પિતાને આઈશ્રી સોનબાઈમાં ગીયડ સરકડીયા નેશવાળાએ આપેલા આશીર્વાદ યાદ આવ્યા. આઈ સોનબાઈ માં ગીયડે તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તારી સેવાથી પ્રસન્ન થઈ છું અને તારા ઘરે પાંચમી દિકરી આવે તેને મારૂ નામ આપજે. હમીરબાપુનેઆ વાત યાદ આવી, પાંચમી પુત્રીનું નામ આઈ સોનલ આપવામાં આવ્યું. એવું પણ કહ્યું કે આ દિકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિંદુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે. 

ચારણોમાં એકતા લાવવા તેમજ ચારણ સમાજમાં ચાલતા કુરિવાજોનો અંત લાવવા આઈશ્રી સોનલમાં એ અથાગ પ્રયાસો કર્યા. આખા જગતમાંથી આવતા ચારણોને માએ ચેતવ્યા. પૂરૂષાર્થ કરવા માતાજીએ ચારણોને પ્રેર્યા. અનેક સ્થળો પર જઈ ચારણ સમાજમાં ઘર કરી ગયેલા રીતિરિવાજો, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા વગેરને દુર કરવાનો પ્રયાસ કર્યો. કન્યા કેળવણી, ઈશ્વરની આસ્થા વગેરે વસ્તુઓને પ્રોત્સાહન આપવા લાગ્યા. આઈ સોનલમાંના સ્વરૂપમાં ચારણોને શક્તિના દર્શન થવા લાગ્યા. તેમના આંગણે આવવાથી બધાને સુખ અને શાંતિની અનુભૂતિ થવા લાગી. 

ચારણોની હાજરાહજૂર દેવી માતા આઈ સોનલનો ઇતિહાસ, મહિમા અને માતાનું અનેરું  મહત્વ...!! વાંચો લેખ

મઢડાવાળી સોનલ માતાજીનું મંદિર મઢડા ગામમાં આવેલું છે. જે જૂનાગઢથી 30 કિલોમીટર દૂર છે. મઢડા ગામમાં સોનલ માતાજીનું મંદિર સોનલ ધામથી પ્રખ્યાત છે. આ ગામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સોનલધામના દર્શન કરવા દેશ-વિદેશથી ભક્તો આવે છે. ભક્તો માતા પર અપાર શ્રદ્ધા રાખે છે અને તેમના હુકમ વગર કોઈ પણ કામ કરતા નથી. દર વર્ષે સોનલ માનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવામાં આવે છે. જે ભક્તો અપાર શ્રદ્ધા સાથે માના શરણમાં શીશ ઝૂકાવે છે તેની પર મા સોનલના આશીર્વાદ હમેશાં રહે છે.           




યુએસ અને ચાઈનામાં થઈ રહેલી એઆઈ ક્રાંતિ વચ્ચે ભારતએ પણ પોતાનું એઆઈ મોડલ વિકસિત કરવા પ્રયાસો હાથ ધર્યા છે . ભારત સરકારે હાલમાં જ ઇન્ડિયાએઆઈ મિશનની શરૂઆત કરી છે . ભારતે જે રીતે ચાઈનાએ પોતાનું ડીપસિક મોડલ વિકસાવ્યું તેવી જ રીતે પોતાની વિવિધતાને અનુરૂપ એઆઈ મોડલ વિકસિત કરવાના પ્રયાસ હાથ ધર્યા છે . અમેરિકાએ સ્ટારગેટ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે જેનાથી અમેરિકામાં ડેટા સેન્ટર વધે સાથે જ તેનું એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય .

જર્મની યુરોપનું એક પાવરહાઉસ છે , ત્યાં મોટી સંખ્યામાં સ્કિલ્ડ વર્કરની અછતના લીધે ભારતીયો મોટી સંખ્યામાં છે . પરંતુ હાલમાં થયેલા ક્રિસમસ અટેક નામના હુમલામાં સાત ભારતીયો ઘાયલ થયા હતા . થોડાક સમય પેહલા થયેલા ઇલેક્શન્સમાં કટ્ટર રાઇટવીંગ પાર્ટી સત્તામાં આવી છે જેનાથી ભારતીયોની સલામતી જોખમમાં છે .

પેહલીવાર એવું થયું છે કે , કોઈ એક નાટો દેશ બીજા નાટો દેશને પચાવી પાડવા માંગે છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે જ નાટોના વડા માર્ક રૂટને મળ્યા જ્યાં તેમણે ગ્રીનલેન્ડને પચાઇ પાડવા નાટોની મદદ માંગી . તેની પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે , ચાઈના અને રશિયાની ગ્રીનલેન્ડના કાંઠે ગતિવિધિ વધી રહી છે

સોનાના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આ પાછળના મુખ્ય કારણોમાં ટ્રેડ વોર , અમેરિકન ફુગાવામાં વૃદ્ધી થકી વ્યાજદરમાં ઘટાડો , આર્થિક મોરચે વધી રહેલી અનિશ્ચિતતા છે . શુક્રવારે હોળી તહેવાર નિમિત્તે ભારતમાં બંધ બજારે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ જીએસટી સાથે નવી ઐતિહાસિક ઉંચાઈએ રૂ. ૯૧,૫૦૦ બોલાયો હતો. બજારના વ્યૂહરચનાકાર તો ત્યાં સુધી કહે છે કે સોનાની આવી જ તેજી જળવાઈ રહેશે, તેને આધારે ભાવ નવી નવી ઊંચાઈ સાથે વિક્રમો સર્જાશે.