આજે છે શીતળા સાતમ, જાણો કેવું છે શીતળા માતાનું રૂપ અને શા માટે એક દિવસ ન ખાવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હોય છે ફાયદાકારક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-06 14:48:44

ભારત દેશને તહેવારોનો દેશ માનવામાં આવે છે. અમુક તહેવારો તારીખ પ્રમાણે ઉજવાય છે તો અમુક તહેવાર તિથી પ્રમાણે ઉજવવામાં આવે છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત છે. પરંતુ આ મહિના દરમિયાન અનેક તહેવારો આવે છે જેની ઉજવણી ઉલ્લાસ સાથે કરવામાં આવતી હોય છે. ત્યારે આજે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી રહી છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવામાં આવે છે, શીતળા સાતમની તૈયારી રાધણ છઠ્ઠથી થતી હોય છે. રાધણ છઠ્ઠના દિવસે જમાવાનું તૈયાર કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે. આ દિવસે ચૂલો અથવા તો ગેસ સળગાવવામાં આવતો નથી.    



એક હાથમાં હોય છે સાવરણી અને એક હાથમાં હોય છે પાણી 

હિંદુ ધર્મમાં શીતળા સાતમનું વિશેષ મહત્વ રહેલું છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. પૂજા માટે વિશેષ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. શીતળા માતાના સ્વરૂપનું વર્ણન સ્કંદપૂરણમાં જોવા મળે છે. માતાના સ્વરૂપની વાત કરી તો માતા ગદર્ભ પર સવારી કરે છે. એક હાથમાં ઠંડુ પાણી હોય છે અને બીજા હાથમાં સાવરણી અને લીમડાના પત્તા રાખે છે. 



વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી થાય છે અનેક ફાયદા 

હિંદુ ધર્મમાં મનાવાતા તહેવારની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટી પણ હોય છે. ન માત્ર ધાર્મિક કારણો પરંતુ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા હોય છે. શીતળા સાતમમાં રાખવામાં આવતા ઉપવાસની વાત  કરીએ તો આ સમયગાળો એવો હોય છે જ્યારે બિમારીઓ વકરતી હોય છે. આ સમય દરમિયાન પાચનશક્તિ નબળી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે આ જ કારણોને લઈ ચતુર્માસના ઉપવાસ કરવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠંડુ ખાવાથી પેટ અને પાચનતંત્રને ફાયદો થાય છે. આ સમય દરમિયાન ઘણા લોકોને તાવ તેમજ શરદી, આંખ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. એવું માનવામાં આવે છે કે શીતળા સાતમના દિવસે વાસી ખોરાક ખાવાથી આ બધા રોગોથી બચી શકાય છે. 



વૈજ્ઞાનિક રીતે પણ ઉપવાસનું હોય છે મહત્વ

મહત્વનું છે કે હાલ વર્ષાઋતુ ચાલી રહી છે. આ સમય દરમિયાન ભોજન અને ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. જો આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈ યોગ્ય કાળજી રાખવામાં નથી આવતી તો અનેક પ્રકારની બિમારીઓ થઈ જતી હોય છે. તેવી જ રીતે દિવસભર ભૂખ્યા રહેવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?