આજે મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ, પીએમ મોદી-સોનિયા સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 09:08:18

પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ જગદીપ ખનખરે પણ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.


આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુની સ્મૃતિમાં કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.


પીએમ મોદી સિવાય પણ ઘણા નેતાઓ રાજઘાટ પર પહોંચ્યા હતા. આ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ જગદીપ ખનખરે પણ બાપુને નમન કર્યા હતા. રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.



સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગાંધી જયંતિ નિમિત્તે બાપુને યાદ કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર, આપણે મહાત્મા ગાંધીની જન્મજયંતિ અને બધા દ્વારા વહેંચાયેલા શાંતિ, સન્માન અને આવશ્યક ગૌરવના મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. આપણે મહાત્મા ગાંધીના મૂલ્યોને અપનાવીને અને વિવિધ સંસ્કૃતિઓમાં કામ કરીને આજના પડકારોને હરાવી શકીએ છીએ.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...