ભાષાંતર વ્યવસાય વિશે જાગૃતિ લાવવા અને ભાષા વ્યાવસાયિકોના કાર્યને બિરદાવવા માટે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને સેન્ટ જેરોમના તહેવારનો દિવસ કહેવામાં આવે છે. સેન્ટ જેરોમ એટલે કે પવિત્ર બાઈબલના અનુવાદક જેમણે બાઈબલનો અનુવાદ કર્યો હતો.
શું છે આ ભાષાંતર દિવસની થીમ
વર્ષ 2022ના ભાષાંતર દિવસને અલગ થીમ આપવામાં આવી છે. પ્રતિવર્ષ અલગ અલગ થીમ અંતર્ગત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજ વખતે થીમ અપાઈ છે, (A World without Barriers: The Role of Language Professionals in Building Culture, Understanding and lasting Peace) એટલે કે "અવરોધ વિનાની દુનિયા: સંસ્કૃતિ, સમજણ અને સ્થાયી શાંતિના નિર્માણમાં ભાષા વ્યાવસાયિકોની ભૂમિકા." જ્યારે વર્ષ 2021માં થીમ હતી "યુનાઈટેડ ઈન ટ્રાન્સલેશન."
ક્યારથી ભાષાંતર દિવસની ઉજવણી કરાય છે?
24 મે 2017ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ 30 સપ્ટેમ્બરને ભાષાંતર દિવસની ઉજવણીનો નિર્ણય લીધો હતો. ભાષા વ્યાવસાયિકોના કામને બિરદાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુનાઈટેડ નેશન્સ ઉજવે છે કોન્ટેસ્ટ
ભાષાંતર માટે યુનાઈટેડ નેશન્સ કોન્ટેસ્ટનું આયોજન કરે છે. આ કોન્ટેસ્ટ દર વર્ષે મનાવવામાં આવે છે. સેન્ટ જેરોમ ટ્રાન્સલેશન કોન્ટેસ્ટમાં અરબી, ચાઈનિઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મનનો સમાવેશ કરવામાં આવે છે.