ગુજરાતના 21 જિલ્લાઓમાં આજે GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાઓનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આજે આ પરીક્ષાઓ યોજાઈ રહી છે. 1.61 લાખ જેટલા ઉમેદવારો આ પરિક્ષા આપવાના છે અને જે માટે 633 સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે.
1.6 લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા
સેન્ટરોની વાત કરીએ તો રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં આ પરિક્ષા લેવામાં આવશે. અને 633 સેન્ટરો પર 1.61 લાખ ઉમેદવારો પરિક્ષા આપવાના છે. GPSCના વર્ગ 1ની પરિક્ષા માટે 32 જગ્યાઓ માટે જિયારે વર્ગ 2ની પરીક્ષા માટે કુલ 70 જગ્યાઓની પરીક્ષા યોજાવા જઈ રહી છે. કુલ 102 બેઠકો માટે પરીક્ષા લેવાઈ રહી છે. પ્રથમ પેપરની શરૂઆત થઈ ગઈ છે જ્યારે બીજી પરીક્ષા બપોરના સમયે લેવાવાની છે.