ભાવનગર તોડકાંડ મામલે આજનો દિવસ મહત્વનો! ત્રણ આરોપીઓના જામીન અરજી પર થશે સુનાવણી! જાણો કોને મળી શકે છે રાહત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-09 17:15:06

થોડા સમય પહેલા જે વાતની હેડલાઈન્સ બની હતી તે તોડકાંડને લઈ આજે મહત્વનો દિવસ છે. યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર આજે ભાવનગર કોર્ટમાં સુનાવણી થવાની છે. પહેલા આ કેસ ડમીકાંડનો હતો પરંતુ ધીમે ધીમે ડમીકાંડ તોડકાંડમાં બદલાઈ ગયો. યુવરાજસિંહને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા તે બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે ધીમે ધીમે અનેક આરોપીઓની  ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ આરોપીઓના જામીન અરજી પણ સુનાવણી થવાની છે. ત્યારે તોડકાંડમાં ઝડપાયેલા આરોપીઓ કાનભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાઘવાની જામીન મામલે ભાવનગર કોર્ટે 13 જૂનની મુદત આપી છે. આ મામલે હવે સુનાવણી 13 જૂન હાથ ધરાશે. 


યુવરાજસિંહની કરવામાં આવી હતી ધરપકડ!

સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડાતા હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહે ઘણા સમય પહેલા કર્યો હતો. આ મામલે પોલીસે અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. અને અનેક લોકોની ધરપકડ પણ કરી હતી. તે બાદ આ કેસમાં નવો વળાંક આવ્યો. તોડકાંડનો એન્ગલ આવી ગયો હતો. જેને કારણે ડમીકાંડ ઉપરથી ફોકસ તોડકાંડ પર આવી ગયો હતો. યુવરાજસિંહને પોલીસે તપાસ કરવા બોલાવ્યા હતા. તે બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો અને તેમની ધરપકડ કરી લીધી હતી. 


ત્રણ આરોપીઓની જામીન અરજી પર થશે સુનાવણી!

યુવરાજસિંહની ધરપકડ બાદ આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં તેમના સાળાનો સમાવેશ થાય છે. એક કરોડની ખંડણીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે યુવરાજસિંહના સાળા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા ગોહિલ, બિપિન ત્રિવેદી તેમજ ઘનશ્યામ લાધવાની જામીન અરજી પર સુનાવણી થવાની છે. 21 એપ્રિલના રોજ એસઓજીએ તોડકાંડ મામલે ગુન્હો દાખલ કર્યો હતો. ત્યારે આજે આ મામલે જામીન અરજી પર સુનાવણી થવાની છે.       



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...