રાહુલ ગાંધી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ! માનહાનિ કેસને લઈ સુરતની સેશન્સ કોર્ટ સંભળાવી શકે ચૂકાદો, જાણો શું હતો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-20 09:13:35

ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં છે. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. ત્યારે સુરતની સેશન્સ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  ગયા ગુરૂવારે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી અને આજે આ મામલે ચૂકાદો કોર્ટ આપવાની છે. કોર્ટે પોતોના ચૂકાદો સુરક્ષિત કરી દીધો છે.        

રાહુલ ગાંધીને સુરતની કોર્ટે કર્યા હતા દોષિત જાહેર 

2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. જેને લઈ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગયા મહિને સુરતની કોર્ટ દ્વારા આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. જે બાદ તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકારવામાં આવ્યો હતો. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ થઈ ગયું હતું. 


આજે આ મામલે સેશન્સ કોર્ટ સંભળાવી શકે છે ચૂકાદો! 

રાહુલ ગાંધીને તરત જામીન પણ મળી ગયા હતા. તે બાદ એક વખત રાહુલ ગાંધી આ કેસની સુનાવણી દરમિયાન સુરત પણ આવ્યા હતા. આ મામલે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા ગુરૂવારે સુરતની સેશન્સ કોર્ટે આ મામલે બંને પક્ષોની દલીલો સાંભળી લીધી હતી . અને પોતાનો નિર્ણય કોર્ટે સુરક્ષિત કરી દીધો હતો. ત્યારે રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજા યથવાત રહેશે કે આ નિર્ણય પર રોક લાગશે તેનો નિર્ણય આજે થશે.    


શું સાંસદ પદ પાછું મળી શકે છે રાહુલ ગાંધીને? 

ત્યારે પ્રશ્ન એ થાય કે શું રાહુલ ગાંધીને પોતાની સાંસદ તરીકેની સદસ્યતા પાછી મળી શકે છે? જો કાયદાના નિષ્ણાંતોનું માનીએ તો જો રાહુલ ગાંધીના સમર્થનમાં આ કેસમાં ચૂકાદો આવે છે તો રાહુલ ગાંધીને તેમની સદસ્યતા પાછી મળી શકે છે. જો રાહુલ ગાંધીની અરજીને કોર્ટ મંજૂર કરે છે તો દોષિત ઠરાવ રદ્દ કરવામાં આવે છે તો સાંસદ પદ પાછું મળવાની સંભાવનાઓ છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ઉલ્લેખનિય છે કે સંસદ પદ ગયા બાદ રાહુલ ગાંધીએ પોતાના લોકસભા ક્ષેત્ર વાયનાડની મુલાકાત લીધી હતી. ત્યાં રેલી કરી હતી ઉપરાંત જનસભાને પણ સંબોધિત કરી હતી. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..