આજે ગુજરાત સરકારે 12 IPS અધિકારીઓની બદલી બાદ 11 મામલતદારોની બદલીના આદેશ આપી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી આજકાલમાં જાહેર થવાની વાતો ચાલી રહી છે અને 11 મામલતદારોની બદલીના આદેશ અપાયા છે. તમામ મામલતદારોને પોતાના ઉપરના અધિકારીને જાણ કરીને પોતાની પોસ્ટ છોડવાની રહેશે અને જેટલું જલદી થાય તેમ નવી પોસ્ટ પર હાજર થવાનું રહેશે.
1. આર. એન. પરમારની ગાંધીનગર ડિઝાસ્ટર કલેક્ટોરેટમાં મામલતદારની જગ્યાએ બદલી
2. એમ. એફ. વાહોણિયા અમદાવાદ કલેક્ટોરેટમાં એક્સ્ટ્રા ચિટનિશની જગ્યા પર બદલી
3. કે. એમ. મહેતાની અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ-1ના એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ ખાતે બદલી
4. બી. એસ. ખાસોરની અમદાવાદ AUDAના મામલતદાર પદે બદલી
5. એ. એમ. શુક્લની iORA અમદાવાદ ખાતે મામલતદાર પદે બદલી
6. કે. પી. ગોહિલની અમદાવાદ ડિઝાસ્ટર કલેક્ટોરેટ ખાતે મામલતદાર પદે બદલી
7. એમ. ટી. રાજપૂતની મહેસાણા કલેક્ટોરેટ ખાતે પીઆર ઓફિસર તરીકે બદલી
8. સી. વી. ચૌધરીની બોડેલીમાં મામલતદાર પદે બદલી
9. એચ. એ. શૈખની મહુવાના મામલતદાર તરીકે બદલી
10. જે. એન. દરબારની શિહોરના મામલતદાર પદે બદલી
11. ડી. કે. ધ્રુવની ગાંધીનગર કલેક્ટોરેટ ખાતે ચિટનિશ તરીકે બદલી