ગુજરાત સરકારે ફાકી/માવા જેવી કેફી વસ્તુ પર 1 વર્ષનો પ્રતિબંધ લાદવાનો મહત્વપૂર્વ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ગુટકા તમાકુ જેવી નિકોટિનવાળી(તમાકુ અંદરનું ઉત્સેચક દ્રવ્ય) વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ સહિત તમામ વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
સાચવજો હો! પાન મસાલાનો સંગ્રહ કરશો તો...
ભારત સહિત ગુજરાતમાં અને સ્પેસિફિક વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માવાનું ચલણ વધારે જોવા મળે છે. ગુજરાત સરકારે પાન-મસાલા જેવી કેફી વસ્તુઓ પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે ત્યારે બંધાણીઓ સંગ્રહખોરી કરશે. પણ જે લોકો સંગ્રહખોરી કરશે અને પકડાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે.
ગુજરાતમાં શું બદલાવ આવશે?
ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધી કેન્સર જેવી બીમારીઓથી લોકોને બચાવી શકાશે. ગુજરાતમાં અનેક લોકો કેન્સરથી પીડાય છે અને મોડું થતાં આકરા પરિણામ આવે છે. આ નિર્ણયથી રસ્તાઓ પર પાનની પિચકારી જોવા નહીં મળે. ગુજરાતની તમામ સીડીના ખુણાઓ અને એલિવેટરના ખુણાઓ ચોખ્ખા જોવા મળશે.