છોટા ઉદેપુરમાં દારૂબંધીને સાર્થક કરવા મહિલાઓએ કરી દારૂના અડ્ડા પર રેડ, મહિલાઓએ ઠાલવ્યો રોષ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-17 15:47:03

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. ડ્રાય સ્ટેટ એટલે જ્યાં દારુબંધી હોય. કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વાસ્તવિક્તા શું છે તેની જાણ આપણને સૌને છે. આપણી સામે અવાર નવાર એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં દારૂપીને શિક્ષકો છોકરાઓને ભણાવવા શાળામાં પહોંચતા હોય છે, તો કોઈ કિસ્સામાં પોલીસ કર્મી ખુદ નશાની હાલતમાં દેખાતા હોય છે. દારૂને કારણે અનેક પરિવારો તૂટી પડ્યા છે ત્યારે છોટા ઉદેપુરની નારીઓ રણચંડી બની જ્યાં દેશી દારૂનો વેચાતો હતો ત્યાં પહોંચી અને દારૂના અડ્ડાને બંધ કરાવ્યો હતો. 

ગુજરાતમાં દારૂબંધી માત્ર પેપર પર જ છે!

દારૂને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. લોકોને ખબર હોય છે કે નશો કરવો જીવલેણ હોય છે. પરંતુ દારૂની લત નથી છૂટતી. ભલે ઘરમાં આપવા પૈસા ન હોય પરંતુ નશા માટે પૈસાની વ્યવસ્થા કરી લેતા હોય છે. ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે પરંતુ તે માત્ર પેપર પર જ છે. દારૂબંધીની અમલી કડક રીતે કરવામાં આવે તેવી માગ અનેક વખત ઉઠી છે, પરંતુ તંત્ર પણ જાણે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત પોલીસને પણ ખબર હોય છે કે ક્યાં દારૂ વેચાય છે પરંતુ ત્યાં દરોડા પાડવામાં નથી આવતા. તેમને છાવરવામાં આવે છે. ત્યારે છોટા ઉદેપુરમાં મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. મહિલાઓએ હલ્લાબોલ કરી અડ્ડાને બંધ કરાવ્યો હતો.     



જે કામ પોલીસે કરવું જોઈએ તે કામ મહિલાઓએ કર્યું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રણભુનઘાટી ગામે દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. મહિલાઓનું કહેવું છે કે દારૂને કારણે ગામના યુવાનો દારૂના રવાડે ચઢી ગયા છે. જેને કારણે ઘણી બધી મહિલાઓ વિધવા બની ગઈ છે. વધુમાં તેમણે કહ્યું કે વર્ષોથી આ સમસ્યા છે, ગામમાં અડ્ડાઓ ચાલતા હોવાને કારણે પતિ દારૂના રવાડે ચઢે છે. સરકાર ભલે આ મામલે કોઈ કાર્યવાહી ન કરે પરંતુ મહિલાઓએ જાતે આ કદમ ઉઠાવ્યું છે. 

દારૂના અડ્ડા પર મહિલાઓએ કર્યો હલ્લાબોલ 

છોટાઉદેપુરની મહિલાઓ રણચંડી બનીને દેશી દારૂના અડ્ડાઓ ઉપર હલ્લાબોલ કરી દારૂના અડ્ડા બંધ કરાવ્યા હતા, આ હલ્લાબોલ પહેલા પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસે ધ્યાન ન આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી. એક મહિલાએ કહ્યું કે અમે દારૂ બંધ કરાવવાની કોશિશ કરીએ છે, અમે કેટલી વખત કીધું, આજે મોટા પીવે છે, કાલે નાના છોકરા પણ પીશે  જેના ઘરવાળા દારૂ પીવે છે તેમને કપડાં નથી મળતા, ખાવા નથી મળતું, આખો દિવસ દારૂ પીએ અને ઘરે આવીને બૈરાઓને મારે છે. બૈરું ક્યાં જાય? ના હાથમાં પૈસો હોય, ના ભાડું મળે, કંઈ જાય? ત્રાસથી  કેટલા બૈરા છોકરા મૂકીને જતાં રહ્યાં છે, 20 થી 25 બૈરાના નાના છોકરા છે તેમના ઘરવાળા નથી, એ બાપ વગરના થઈ ગયા છે. બધે દારૂના અડ્ડા બંધ થઈ ગયા છે પણ રણભુનઘાટીમાં બંધ નથી થતા. 



તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાંય નથી થતી કાર્યવાહી 

હવે તો હદ થઈ ગઈ છે કે મહિલાઓએ કંટાળીને દારૂના અડ્ડાએ જવું પડે છે. દારૂ બંધીના કાયદાના લોકોએ ભેગા મળીને ધજીયા ઉડાવી દીધા છે ને માત્ર લોકો જ કેમ તંત્રએ પણ કારણ કે અનેક વાર રજુઆત કરવા છતાં વિરોધ કરવા છતાં પણ કોઈ કડક પગલાં લેવાતા નથી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...