પત્રકાર સાગરિકા ઘોષને TMC મોકલશે રાજ્યસભામાં, પાર્ટીએ સુષ્મિતા દેવ સહિત 4 ઉમેદવારોની જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2024-02-11 16:28:25

તૃણમૂલ કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે. આ સિવાય પત્રકાર સાગરિકા ઘોષ, મટુઆ સમુદાયના મમતા બાલા ઠાકુર અને સાંસદ નદીમુલ હકના નામનો પણ સમાવેશ થાય છે.


TMCએ કરી પોસ્ટ


TMCએ  તેના સત્તાવાર એક એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું છે કે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે સાગરિકા ઘોષ, સુષ્મિતા દેવ, સાંસદ મોહમ્મદ નદીમુલ હક અને મમતા બાલા ઠાકુરની ઉમેદવારીની જાહેરાત કરીને અમને ખુશી થઈ રહી છે. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ તૃણમૂલની અદમ્ય ભાવના અને દરેક ભારતીયના અધિકારોની હિમાયતના કાયમી વારસાને જાળવી રાખવા માટે કામ કરશે.


કોણ છે ચાર ઉમેદવારો?


ઉલ્લેખનિય છે કે સુષ્મિતા દેવ પહેલા પણ ટીએમસીના સાંસદ રહી ચૂક્યા છે. 2021માં કોંગ્રેસમાંથી ટીએમસીમાં જોડાયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. તેમનો કાર્યકાળ થોડા સમય પહેલા પુરો થયો હતો. નદીમુલ હક પાર્ટીના રાજ્યસભા સાંસદ પણ છે. મમતા ઠાકુર મટુઆ સમુદાયની ધાર્મિક 'માં' છે જેમણે 2019 માં બાણગાંવ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ ભાજપના શાંતનુ ઠાકુર સામે પરાજય થયો હતો. સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?