મન કી બાત કાર્યક્રમને લઈ ટીએમસીના સાંસદનું ટ્વિટ! PGIMER વિવાદ વચ્ચે મહુઆ મોઈત્રાનું વિવાદિત Tweet!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-12 16:14:44

30 એપ્રિલે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો 100મો એપિસોડ આવ્યો હતો. ભાજપ દ્વારા આ દિવસ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકો મન કી બાત સાંભળે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મન કી બાત કાર્યક્રમ સાંભળવા ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે મન કી બાતને મંકી બાત કહી દીધું.   


'મન કી બાત'ની જગ્યાએ સાંસદે કહ્યું 'મંકી બાત'!

ટીએમસીના સાંસદે મન કી બાત કાર્યક્રમ ન સાંભળનાર વિરૂદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે ટ્વિટ કર્યું હતું. ટ્વિટ કરતા સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યું કે મેં પણ મંકી બાત નથી સાંભળી. એકવાર પણ નહી. ક્યારેય સાંભળીશ પણ નહી. શું મને એક સપ્તાહ માટે પોતાના ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ કરવામાં આવશે? આ ટ્વિટ ત્યારે કરવામાં આવી છે જ્યારે  PGIMERએ વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર ન નીકળવા દીધા હતા. 


PGIMER વિદ્યાર્થીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!

મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થતો હોય છે. ત્યારે 30 એપ્રિલે આ કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા હતા. મન કી બાત લાખો લોકો સાંભળે તે માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ પણ થયો. પરંતુ જે લોકો આ કાર્યક્રમમાં સામેલ ન થયા હતા તે લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ 36 વિદ્યાર્થી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એક અઠવાડિયા માટે હોસ્ટેલમાંથી બહાર 36 વિદ્યાર્થીઓને નીકળવા દેતા ન હતા.  


વિદ્યાર્થીઓ પાસેથી લીધો 100 રુપિયાનો દંડ! 

આ ઘટના માત્ર ચંદીગઢની નથી  દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?