TMC નેતા મહુઆ મોઈત્રાએ લોકસભામાંથી થયેલી તેમની બરખાસ્તગી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહુઆ મોઈત્રાએ કેન્દ્ર સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારી છે. કેશ ફોર ક્વેરી મામલામાં આરોપ લાગ્યા બાદ એથિક્સ કમિટીએ મામલાની તપાસ કરીને લોકસભા અધ્યક્ષને તેમની રિપોર્ટ સોંપી હતી. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ શુક્રવારે સંસદે તેમને બરખાસ્ત કરી દીધા હતા. ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા ટીએમસીની ટિકિટ પર પશ્ચિમ બંગાળની કૃષ્ણાનગર સીટથી ચુટણી જીતીને પહેલી વખત સંસદમાં પહોંચી હતી. એથિક્સ કમિટીની રિપોર્ટ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
तृणमूल कांग्रेस नेता महुआ मोइत्रा ने कैश फॉर क्वेरी आरोप पर लोकसभा से निष्कासन के खिलाफ सुप्रीम कोर्ट का रुख किया।
(फाइल फोटो) pic.twitter.com/tUgUeItYMs
— ANI_HindiNews (@AHindinews) December 11, 2023
શું હતો સમગ્ર મામલો?
तृणमूल कांग्रेस नेता महुआ मोइत्रा ने कैश फॉर क्वेरी आरोप पर लोकसभा से निष्कासन के खिलाफ सुप्रीम कोर्ट का रुख किया।
(फाइल फोटो) pic.twitter.com/tUgUeItYMs
મહુઆ મોઈત્રા પર પૈસા લઈને સંસદમાં સવાલ પુછવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાની તપાસ લોકસભાની એથિક્સ કમિટીએ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઈત્રાએ સંસદની વેબસાઈટની સત્તાવાર આઈડી અને પાસવર્ડ પણ બિઝનેશમેન દર્શન હીરાનંદાનીને આપ્યો હતો. કમિટીએ આ મામલાને રાષ્ટ્રિય સુરક્ષા સાથે જોડ્યો હતો. કમિટીએ તેની તપાસમાં મહુઆ મોઈત્રાને દોષિત ઠરાવ્યા હતા અને લોકસભા અધ્યક્ષને મોઈત્રાનું લોકસભા સભ્ય પદ રદ્દ કરવાની માગ કરી હતી.