Lok sabha Election માટે TMCએ ઉમેદવારોના નામ કર્યા જાહેર, યુસુફ પઠાણને ટીએમસી આ બેઠક પરથી ઉતારશે ચૂંટણી મેદાનમા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-11 11:00:03

ભાજપને હરાવવા માટે અનેક વિપક્ષી પાર્ટીઓ ભેગી થઈ અને એક ગઠબંધન કર્યું. તે ગઠબંધનને નામ આપ્યું હતું INDI Alliance. પરંતુ ધીમે ધીમે ઈન્ડિયા ગઠબંધનમાં ભંગાણ થવાના શરૂ થયા અને એક બાદ એક પાર્ટીઓ દ્વારા એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી. ટીએમસીના મમતા બેનર્જીએ ઘણા સમય પહેલા એલાન કરી દીધું હતું કે પશ્ચિમ બંગાળની લોકસભાની સીટ પર તે એકલા હાથે ચૂંટણી લડશે. ત્યારે તૃણુમુલ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત રવિવારે કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકો પર ટીએમસી એકલા હાથે ચૂંટણી લડશે અને ઉમેદવારોના નામની પણ ઘોષણા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. યુસુફ પઠાણ હવે ચૂંટણી મેદાનમાં ઉતરશે. 

42 બેઠકો માટે ટીએમસીએ ઉમેદવાર કર્યા જાહેર! 

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એક તરફ તારીખોને લઈ ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ ઉમેદવારોને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ ધીરે ધીરે  ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે તો બીજી તરફ રાજ્યની સ્થાનિક પાર્ટીઓ પણ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી રહી છે. રવિવારે ટીએમસી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. 42 બેઠકો માટે મમતા બેનર્જીની પાર્ટીએ ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. ઈન્ડિયા ગઠબંધનને લઈ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે જ મમતા બેનર્જીની પાર્ટી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પશ્ચિમ બંગાળમાં તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. કોઈ ગઠબંધન અંતર્ગત ચૂંટણી નહીં લડવામાં આવે પાર્ટી દ્વારા. 


કોને ક્યાંથી ટીએમસીએ બનાવ્યા ઉમેદવાર? 

ટીએમસીના ઉમેદવારોના નામની વાત કરીએ તો કૂચ બિહારથી જગદીશ ચંદ્ર બસુનિયા, અલીપુરદ્વારથી પ્રકાશ ચિકબરાઈ, જલપાઈગુડીથી નિર્મલ રોય તો દાર્જિલિંગથી ગોપાલ લામાને ટીએમસીએ ઉમેદવાર બનાવ્યા છે. રાયગંજથી કૃષ્ણા કલ્યાણીને, બાલુરઘાટથી બિપ્લબ મિત્રને જ્યારે, માલદા આન્સરથી પ્રસુન બેનર્જીની પસંદગી ઉમેદવાર તરીકે કરવામાં આવી છે. ઉપરાંત માલદા દક્ષિણથી શાનવાઝ અલી રહેમાન તો જાંગીપુરથી ખલીલુલ રહેમાન જ્યારે બહેરામપુરથી યુસુફ પઠાણ ચૂંટણી લડશે. મુર્શિદાબાદથી અબુ તાહેર ખાન, કૃષ્ણનગરથી ઉમેદવાર તરીકે મહુઆ મૈત્રાની પસંદગી કરવામાં આવી છે.  રાણાઘાટથી ક્રાઉન જ્વેલ પ્રોસેસર તો બાણગાંવથી બિશ્વજીત દાસ ઉમેદવાર છે.  


બેરકપુરથી પાર્થ ભૌમિક, દમ દમ બેઠક પરથી સૌગાત રોયની જ્યારે બારાસતથી કાકલી ઘોષ દસ્તીદાર ઉમેદવાર છે. બસીરહાટ બેઠક માટે હાજી નુરુલ ઈસ્લામને જ્યારે જયનગર બેઠક માટે પ્રતિમા મંડળની પસંદગી કરવામાં આવી છે. મથુરાપુરથી બાપી હલદર, ડાયમંડ હાબરાથી અભિષેક બેનર્જી, જાદવપુરથી સયાની ઘોષની પસંદગી કરવામાં આવી છે.  કોલકાતા દક્ષિણથી માલા રોય, કોલકાતા ઉત્તરથી સુદીપ બેનર્જી, હાવડાથી પ્રસુન બેનર્જીની પસંદગી કરવામાં આવી છે ઉમેદવાર તરીકે.  ઉલુબેરિયાથી સજના અહેમદ, શ્રીરામપુરથી કલ્યાણ બેનર્જી, હુગલી બેઠક માટે રચના બેનર્જીની પસંદગી કરવામાં આવી છે. 


આરામબાગ માટે મિતાલી બાગ, તમલુક માટે દેવાંશુ ભટ્ટાચાર્ય જ્યારે કંઠી માટે ગુડ હાઉસકિપરની, ઘાટલ બેઠક માટે દીપક અધિકારી, ઝારગ્રામ બેઠક માટે કાલિપદ સરન, મેદિનીપુર બેઠક માટે જૂને માલિયાની પસંદગી કરવામાં આવી છે. પુરુલિયા બેઠક માટે શાંતિરામ મહતો જ્યારે બાંકુરાબેઠક માટે અરૂપ ચક્રવર્તી બર્દવાન પૂર્વ માટે ડૉ. શર્મિલા સરકારના નામની જાહેરાત કરવામાં આવી છે. બર્દવાન આન્સરથી કીર્તિ આઝાદ, આસનસોલ બેઠક માટે શત્રુઘ્ન સિંહા જ્યારે બોલપુર બેઠક માટે અસિતકુમાર માલની પસંદગી કરવામાં આવી છે. બીરભૂમ બેઠક પરથી શતાબ્દી રોય ચૂંટણી લડશે જ્યારે બિષ્ણુપુર બેઠક પરથી સુજાતા મંડળને ઉમેદવાર તરીકે ટીએમસીએ ઘોષિત કર્યા છે. 



ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી કરી શકે છે જાહેર!

ઉમેદવારોના નામ અંગેની વાત કરીએ તો ભાજપ દ્વારા હજી સુધી 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા 39 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આવતીકાલે ભાજપ વધુ નામ જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી છે તો કોંગ્રેસ પણ આવતીકાલ સુધીમાં ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી શકે છે તેવી માહિતી સામે આવી છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?