મહેસાણામાં ફાર્મસી કોલેજની વિદ્યાર્થિનીના મોતનો ભેદ ઉકેલાયો, સાથી વિદ્યાર્થીએ જ કરી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2023-05-03 14:20:41

મહેસાણાના વડસ્મામાં આવેલી ફાર્મસી કોલેજની 21 વર્ષીય વિદ્યાર્થિની તિતિક્ષા પટેલ નામની યુવતીના મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા પ્રમાણે તિતિક્ષા પટેલના એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ જ  તેની હત્યા કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું હતું. જોકે ઘટનાના બે દિવસ બાદ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ યુવતીએ આત્મહત્યા નહોતી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી.


એક તરફી પ્રેમમાં હત્યા


અત્રે ઉલ્લેખનિય છે કે મહેસાણાના વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થિનીનો બે દિવસ પહેલા કોલેજની લેબોરેટરીની બિલ્ડીંગમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ હવે મળતી વિગતો મુજબ, ફાર્મસીની વિદ્યાર્થિની તિતિક્ષા સાથે અભ્યાસ કરતો યુવક તેના એક તરફી પ્રેમમાં હતો અને તે સતત તિતિક્ષા પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. બનાવના દિવસે તે તિતિક્ષાને લેબ રૂમમાં લઈ ગયો હતો અને તેનું નાક અને મોઢું દબાવીને હત્યા કરી બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે હત્યારા પ્રવિણ ગામિત સામે ફરિયાદ નોંધાઈ છે.  હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


દીકરી ક્યારેય આપઘાત ન કરે-પરિવારજનો 


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કચીગામની તિતિક્ષા નટુભાઈ પટેલ નામની એક વિદ્યાર્થિની મહેસાણાના વડસ્મામાં આવેલી સત્સંગી સાકેતધામ રામ આધ્રં ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ વડસ્મા દ્વારા સંચાલિત ફાર્મસી કોલેજમાં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થિનીનો મૃતદેહ કોલેજની જ નિર્માણાધિન લેબોરેટરીમાંથી મળી આવ્યો હતો. દીકરી ક્યારેય આપઘાત ન કરી શકે તેવું જણાવતા પરિવારજનોએ તેની હત્યાની આશંકા દર્શાવી હતી અને તટસ્થ તપાસની માંગણી કરી હતી.


વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલ


21 વર્ષીય તિતિક્ષા પટેલનો વડસ્મા નજીક શ્રી સત્સંગી સાકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક કેમ્પસમાં આવેલી લેબોરેટરીમાંથી મૃતેદહ મળી આવ્યો હતો. પરંતુ હવે તેની હત્યાનો ખુલાસો થતાં બધા ચોંકી ગયા છે. બીજી તરફ કેમ્પસની અંદર જ હત્યા થતાં કોલેજમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. જો કે આ મામલે હવે કોલેજના સત્તાવાળાઓ પણ મૌન સેવી રહ્યા છે. કોલેજમાં જ વિદ્યાર્થિની હત્યા થાય અને તેની સુરક્ષા પણ ન થઈ શકે તો પછી વાલીઓ કોના ભરોસે તેમની દિકરીઓને અભ્યાસ માટે મોકલશે, તેવા સવાલો થઈ રહ્યા છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?