2024માં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે. અંદાજીત 1000 કિ.મીનો સફર આ યાત્રાએ કાપી દીધો છે. ભારત જોડો યાત્રા કરી પર ભાજપ અનેક વખત કટાક્ષ કરતું આવ્યું છે ઉપરાંત પ્રશ્ન પણ ઉઠાવતું આવ્યું છે. ત્યારે આ વખતે ભાજપે એક એનીમેટેડ વીડિયો શરે કરી ભારત જોડો યાત્રા પર નિશાન સાધ્યું છે.
ભાજપે રાહુલનો એનિમેડેટ વીડિયો શેર કર્યો
ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકોને મોંઘવારી, અચ્છે દિન વગેરે યાદ કરાવી રહ્યા છે. ભાજપના આવ્યા પછી દેશ પર જે અસર થઈ છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ ભારત જોડો યાત્રા પર ભાજપે અનેક વખત કટાક્ષ કર્યા છે. ત્યારે ભાજપે ટ્વિટર પર એક એનીમેટેડ વીડિયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ એનિમેટેડ વીડિયોમાં રાહુલને અસરાની તરીકે બતાવવામાં આવ્યો છે.
જવાબમાં કોંગ્રેસે પીએમનો વીડિયો શેર કર્યો
કોંગ્રેસે આ વીડિયોના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એનિમેટેડ વીડિયો શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાના પ્રશ્નોના જવાબ આપવાની બદલીમાં ભાગતા દેખાય છે. મોંઘવારીની વાત હોય કે પછી રોજગારીની વાત હોય, આવા મુદ્દાઓને લઈ કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે. પેટ્રોલના વધતા ભાવ પર પણ વીડિયોમાં કટાક્ષ કરવામાં આવ્યો છે.
दौड़ा दौड़ा भागा भागा सा.. pic.twitter.com/xYXLY5dWdf
— Congress (@INCIndia) October 16, 2022