તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઈલ હોવાનો આરોપ, TDPએ આપેલા લેબ રિપોર્ટમાં શું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-20 16:00:53

એક મંદિર જ્યાં લાખો-કરોડો ભક્તો દર્શન કરે છે...દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર છે... જ્યાં પ્રભુના સન્મુખ થવા માટે પણ કલાકો નીકળી જાય છે... ધર્મસ્થાનોમાં ઇશ્વરની પૂજા-અર્ચના બાદ પ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે... એવું કહેવાય છે કે ઈશ્વર ભૂખ્યો ઉઠાડે છે ભુખ્યો સુવડાવતો નથી.. અલખના ઓટલે બધુ જ મળી જાય છે.... તમે કોઈપણ મંદિરમાં જાવ પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા હોય છે... પ્રસાદ તો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે... 

તિરૂપતિ તિરૂમાલા મંદિરમાં અપાતા પ્રસાદને લઈ થયો ચોંકવનારો ખુલાસો!

પ્રભુનો પ્રેમ એટલે પ્રસાદ આટલી આસ્થા લોકોમાં હોય છે.. એવા સમયે વિશ્વાસમાં ન આવે તેવી ઘટના બની હોવાનો આરોપ લાગ્યો છે... દુનિયાભરના કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ તિરુમાલા મંદિરને લઈને અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે... આરોપ છે કે, પ્રસિદ્ધ મંદિરમાં મળતા લાડુઓમાં ભેળસેળ કરવામા આવી છે.... તેમાં બીફ ફેટ અને ફિશ ઓઈલ સહિત અનેક દૂષિત વસ્તુઓ મળી આવી છે...... 


ઘીની બદલીમાં લાડુમાં થાય છે બીફનો ઉપયોગ?

લાખો-કરોડો લોકોના આસ્થાના કેન્દ્રસમા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદ લાડુમાં પ્રાણિજ ચરબી અને બીફ ટેલો, પીગ ટેલો હોવાના આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગુરુવારે કહ્યું હતું કે, તિરુપતિ સ્થિત તિરુમાલા મંદિરના પ્રસાદમ લડ્ડુમાં એનિમલ ફેટ એટલે પશુઓની ચરબીના અંશ મળ્યા છે.... જે ઘીને શુદ્ધ દેશી ગણાવીને લાડુમાં ભેળવાય રહ્યું હતું તેમાં ફિશ ઓઈલ અને બીફ ટેલો છે... રાજનીતિ અને ધર્મ અલગ હોવા જોઈએ આવી ચર્ચાઓ થાય છે.. પણ રાજનીતિક ફાયદાઓ માટે નેતાઓ યેનકેન પ્રકારે ધર્મને વચ્ચે લાવી જ દેતા હોય છે.. ચંદ્રબાબુની પાર્ટી ટીડીપી દ્વારા એક ડોક્યુમેન્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે.. જે મંદિરના પ્રસાદનો રિપોર્ટ હોવાનું કહેવાય છે... 



રિપોર્ટ સામે આવતા થયો હંગામો!

ટીડીપીએ આપેલા રિપોર્ટમાં પ્રસાદમાં ફિશ ઓઈલ અને બીફ ટેલોની ભેળસેળ હોવાનૂં કહેવાય છે... લાખો-કરોડો લોકોના આસ્થાના કેન્દ્રસમા તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદ લાડુમાં પ્રાણિજ ચરબી અને બીફ ટેલો, પીગ ટેલો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે પણ આ વાતનું સમર્થન કર્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચાય છે, એટલું જ નહીં ભગવાનને પણ ધરાવવામાં આવે છે.  બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તિરુપતિ મંદિરના 300 વર્ષ જૂના રસોડામાં દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે.


ગુજરાતની આ લેબમાં થયું પરિક્ષણ!

એવું પણ સામે આવ્યું છે આ રિપોર્ટ ગુજરાતના આણંદ સ્થિત એનડીડીબીની સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઈન લાઈવ સ્ટોક એન્ડ ફૂડ લેબમાં આ ટેસ્ટ કરાયો હતો. આંધ્રપ્રદેશનાં સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આક્ષેપ કર્યો છે કે,  અગાઉની એટલે કે  તેમના પહેલાની YSR કોંગ્રેસ સરકાર દ્વારા તિરુપતિ મંદિરના પ્રસાદના લાડવામાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉની સરકાર શુદ્ધ ઘીના બદલે ચરબીનો ઉપયોગ કરતી હતી. 


જગનમોહન રેડ્ડી સરકારે આક્ષેપોને ફગાવ્યા

જો કે જગનમોહન રેડ્ડી સરકારે આ આક્ષેપોને ફગાવ્યા હતા અને તેને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા હતા. વાયએસઆર કોંગ્રેસનાં નેતા અને રાજ્યસભાનાં સાંસદ વાય.વી. સુબ્બા રેડ્ડીએ ચંદ્રાબાબુ નાયડુ પર વળતો હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે નાયડુએ ખોટા આક્ષેપો કરીને તિરુપતિ મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડયું છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે રમત રમી છે. તેમની ટિપ્પણી ઘણી જ દુર્ભાવનાપૂર્ણ છે. કોઈપણ વ્યક્તિ આવું બોલી શકે નહીં. ચંદ્રાબાબુ નાયડુ રાજકીય લાભ ખાટવા કોઈપણ સ્તરે જઈ શકે છે... 


1 લાખ લાડુ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં પણ મોકલ્યા હતા!

હાલ તો જે કંપનીમાંથી ઘી લવાય રહ્યું હતું તેની સાથેના કરાર પૂર્ણ કરી તેને બ્લેક લિસ્ટ કરી દેવાય છે.... આપને જણાવી દઉં કે તિરુમાલા મંદિરનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ એટલે કે ટીટીડી સંભાળે છે... ટ્રસ્ટે અંદાજે 1 લાખ લાડુ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ટાણે અયોધ્યા પણ મોકલ્યા હતા... છેલ્લા 50 વર્ષથી કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન રાહત દરે ટ્રસ્ટને ઘી આપતું હતું... દર છ મહિને 14 લાખ કિલો ઘી તિરુમાલા મંદિર જતુ હતું પરંતુ જુલાઈ 2023માં કંપનીએ ઓછા ભાવથી ઘી મોકલવાની ના પાડતા જગન સરકારે તમિલનાડુની ડેરી ફાર્મને કામ આપ્યું હતું... હાલ તો કંપનીને બ્લેકલિસ્ટ કરી દેવાય અને વિજિલન્સ તપાસ સોંપાય છે... 


મંદિરમાં વર્ષે 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે

એક વર્ષ પહેલા જ કંપનીને  ટેન્ડર મળ્યુ હતું.. YSRCPના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પર શ્રદ્ધાળુઓની આસ્થા અને તિરુમાલા મંદિરની પવિતત્રા સાથએ ચેડા કરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું જગનમોહન સરકારે પ્રસાદમની પવિત્રતાને લૂણો લગાવ્યો છે... મંદિરમાં વર્ષે 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે... એટલે કે રોજના 80 હજાર ભક્તો  ભગવાનના દર્શન કરે છે.. અને બધાને પ્રસાદ પણ આપવામાં આવે છે.... હવે સૌથી મહત્વની વાત એ છે કે, કોઈ જ તટસ્થ સંસ્થાએ રિપોર્ટ નથી આપ્યો.... જો આરોપ સાચા હોય તો અતિશય ખરાબ સ્થિતિ કહેવાય પણ આરોપ ખોટા નીકળે તો એનાંથી ખરાબ શું કે રાજ્યની રાજનીતિના ચક્કરમાં કરોડો લોકોની શ્રદ્ધા સાથે મજાક કરી..... તમે શું માનો છો આ મુદ્દા પર કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?