આપણામાંથી અનેક લોકો એવા હશે જે બેસતા વર્ષની ઉજવણી મંદિરે ભગવાનના દર્શન કરી કરતા હોય છે. બેસતા વર્ષે મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. દિવાળીના પાંચ દિવસો દરમિયાન મંદિરોમાં માનવ મહેરામણ ઉમટતો હોય છે. ત્યારે દિવાળી પર્વને ધ્યાનમાં રાખી રાજ્યના મોટા મોટા મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી, જગત મંદિર દ્વારકા સહિતના અનેક મંદિરોના સમયમાં બદલાવ કરાયો છે.
દ્વારકા મંદિરના સમયમાં કરાયો ફેરફાર
દ્વારકા મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે મુજબ દિવાળીના દિવસે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી થશે, તે ઉપરાંત દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન થશે. 13 નવેમ્બરે દ્વારકા મંદિરમાં અન્નકુટ ઉત્સવ કરાશે. 13 તારીખે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે. 14 અને 15 નવેમ્બરે સવારે 6.30 વાગ્યે મંગળા આરતી થશે તેવી માહિતી સામે આવી છે.
શક્તિપીઠ અંબાજીના દર્શનનો સમય પણ બદલાયો
તે ઉપરાંત શક્તિપીઠ અંબાજીના સમયમાં પણ ફેરફાર કરવામં આવ્યો છે, યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.