TikTok સ્ટાર કીર્તિ પટેલ સામે સુરતમાં નોંધાઈ વધુ એક FIR, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-21 15:01:27

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદનું બીજુ નામ બની ગઈ છે, સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક પોલીસે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ચાલકને રોકીને તેની સાથે બબાલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને તમામ સામે  FIR નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે પણ કીર્તિ પટેલ સામે અલગ-અલગ ગુનાઓ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. 


સમગ્ર મામલો શું હતો?


પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સુરત જીલ્લાના કામરેજ ટોલ નાકા ખાતે તારીખ 19ની મોડી રાત્રે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ સહિત અન્ય લોકોએ ગાયો ભરેલા આઈશર ટેમ્પાને રોક્યો હતો. ત્યારબાદ તેની સાથે બબાલ કરી હતી અને ગાયને કતલખાને લઈ જવામાં આવે છે તેમ કહી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી હતી. આટલું જ નહીં તેમનો જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.


પોલીસ ઘટના સ્થળે પહોંચી


કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ટેમ્પા ચાલક સાથે કરેલી બબાલ દરમિયાન કોઈક વ્યક્તિએ બબાલના દ્રષ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ બનાવની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ગાયો કતલખાને જાય છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ગાય કતલખાને ન જતી હોવાનું જાણવા મળતા પોલીસે બીજા દિવસે ગાયો ભરેલા વાહનને છોડી દેવામાં આવ્યું હતું. આ હોબાળાના કારણે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.


પોલીસે નોંધી ફરીયાદ


આ સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.બી. ભટોળે જણાવ્યું હતું કે, જાહેરમાં હોબાળો કરી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગાળો બોલી ભયનો માહોલ ઊભા કરવા બદલ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર, વિરમ ભરવાડ સહિત અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?