વૈશ્વિક મંદીનો સામનો કરી રહેલી જાયન્ટ કંપનીઓ પણ છટણીઓ કરી રહી છે. હવે આ કંપનીઓમાં શોર્ટ વીડિયો એપ Tiktok પણ જોડાઈ છે. કંપનીએ ભારતના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સોમવારે કંપનીએ એક કોલ બાદ કર્મચારીઓને પિંક સ્લીપ આપી હતી.જો કે કંપની આ કર્મચારીઓને 9 મહિનાનો પગાર પણ આપશે. Tiktok ઈન્ડિયાના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે 28 ફેબ્રુઆરી તેમનો છેલ્લો દિવસ હશે. આવી સ્થિતિમાં, તેને બીજી તક શોધવા માટે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
Tiktokએ શા માટે કરી હકાલપટ્ટી
ભારત સરકારે સુરક્ષા કારણોસર 2020માં ટિકટોક સહિત 300 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ તેને ફરીથી લોન્ચ કરવામાં આવી ન હતી. કંપનીનું કહેવું છે કે દેશમાં તેના લોન્ચ થવાની કોઈ શક્યતા નથી,ચાઈનીઝ એપને ભારતમાં પ્રતિબંધિત કર્યા પછી, આખા ભારતના મોટાભાગના કર્મચારીઓ દુબઈ અને બ્રાઝિલના માર્કેટ માટે કામ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં કંપની ભારતના તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવાનો નિર્ણય કર્યો છે.