દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને મની લોન્ડરિંગ કેસમાં સજા ભોગવી રહેલા સત્યેન્દ્ર જૈન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જેલરને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તે એકલતાનો અનુભવ કરી રહ્યા છે. તેમના સેલમાં કેદીઓની સંખ્યા વધારવામાં આવે. તેમની સાથે ઓછામાં ઓછા બેથી ત્રણ કેદીઓને રાખવામાં આવે તેવો પત્ર તિહાડ જેલ અધિક્ષકને લખેલો પત્ર હાલ ચર્ચામાં આવ્યો છે.
પોતાના સેલમાં બે લોકોને શિફ્ટ કરવા લખ્યો પત્ર!
ઘણા સમયથી દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં જેલવાસો ભોગવી રહ્યા છે. જેલમાં હોવા છતાંય સત્યેન્દ્ર જૈન અનેક વખત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા જેલમાં મસાજ કરાવતો તેમનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે જેલ નિરીક્ષકને લખેલો પત્ર ચર્ચામાં છે. સત્યૈન્દ્ર જૈને જેલ નંબર સાતના સુપ્રિટેન્ડન્ટને અપીલ કરી હતી કે એકલતાને કારણે તે ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છે. એટલે તેમની સાથે બે અન્ય કેદિયોને રાખવામાં આવે જેથી તે તેમની સાથે વાત કરી શકે.
મસાજ કરાવતો વીડિયો થયો હતો વાયરલ!
સત્યેન્દ્ર જૈને જે પ્રમાણે માગ કરી હતી તે પ્રમાણે બે લોકોને તેમની સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલો સામે આવતા તિહાડ જેલ પ્રશાસને જેલ સુપ્રિટેન્ડન્ટને કારણ બતાવવા નોટિસ મોકલી હતી. મળતી માહિતી અનુસાર બંને કેદીઓને પોતાના સેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.