અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. બંને ટીમો અમદાવાદ આવી પહોંચી છે. મેચ ભલે આવતી કાલે રમાવાની છે પરંતુ સ્ટેડિયમ બહાર આજથી દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સહિત અનેક મોટી હસ્તીઓ અમદાવાદના મહેમાન બનવાના છે. ગુજરાતમાં જ્યારે મેચ રમાઈ રહી હોય ત્યારે સુરક્ષાને લઈ પોલીસની જવાબદારી વધી જતી હોય છે. કોઈ અણબનાવ ન બને તેની જવાબદારી પોલીસ પર રહેતી હોય છે. ત્યારે મેચને ધ્યાનમાં રાખી સ્ટેડિયમ બહાર અને અંદર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
VIDEO | "All preparations have been completed by the police regarding the World Cup final to be played between India and Australia at the Narendra Modi Stadium. We have done very elaborate and detailed planning for this. Over 3,000 police personnel would be deployed inside the… pic.twitter.com/dOxDzYRz1C
— Press Trust of India (@PTI_News) November 18, 2023
અમદાવાદના મહેમાન બનેશે મોટી હસ્તીઓ
આવતી ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે અને તે પણ ગુજરાતના અમદાવાદમાં. ઓસ્ટ્રેલિયાની ટીમ તેમજ ભારતની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. મોટી મોટી હસ્તીઓ તેમજ પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ આવવાના છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. સ્ટેડિયમની સુરક્ષા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
આટલા પોલીસકર્મીઓ રહેશે ખડેપગે!
મળતી માહિતી અનુસાર કોમ્યુનલ સેન્સેટીવ પોઈન્ટ પર 2 ડીસીપી, 6 એસીપી, 19 ઈન્સ્પેક્ટર, 51 સબ ઈન્સ્પેક્ટર, 1218 પોલીસ કર્મચારી, એસઆરપીની 10 કંપની તથા 4 હજાર હોમગાર્ડ જવાનો હાજર રહેશે.ટીકીટની કાળાબજારી કરનાર લોકોને પકડવા માટે સાયબર ક્રાઈમને સોશિયલ મિડીયા પર એક્ટિવ કરી દેવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ ડ્રોનમાં કેદ થશે તો તાત્કાલિક નજીક રહેલા પોલીસ કર્મચારીઓને જાણ કરી દેવાશે અને યોગ્ય પગલા લેવામાં આવશે. મહત્વનું છે કે આપણે જ્યારે મેચ જોવા જઈએ ત્યારે સારા નાગરિક બનીએ. પોલીસ સાથે ગેરવર્તન ન કરીએ કારણ કે તે જે સૂચના આપશે તે આપણી સુરક્ષા માટે આપશે. જ્યારે કોઈ આવી મોટી ઈવેન્ટ હોય ત્યારે પોલીસ પર વધારે ભાર રહેતો હોય છે.