સોશિયલ મીડિયા પર ટાઈગર શ્રોફે રિલીઝ કર્યું ફિલ્મ ગણપથનું ટિઝર, શું તમે જોયુ ટિઝર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-23 08:07:40

બોલિવુડની ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે ત્યારે ટાઈગર શ્રોફે પોતાની આગામી ફિલ્મ ગણપથ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કર્યું છે જેમાં તે ધાંસૂ એક્શન કરતા નજરે પડી રહ્યા છે. આ ફિલ્મથી ટાઈગર શ્રોફ મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે.

  


20 ઓક્ટોબર 2023એ ફિલ્મ થવાની છે રિલીઝ  

છેલ્લા ઘણા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો આવી છે જેણે લોકોના દિલમાં જગ્યા બનાઈ છે અને રેકોર્ડબ્રેક કમાણી પણ કરી છે. ત્યારે ટાઈગર શ્રોફ પણ પોતાની આગામી ફિલ્મ ગણપથને લઈ ચર્ચામાં આવ્યા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે એક એવી દુનિયા જ્યાં આતંકનું રાજ છે, ત્યાં ગણપથ આવી રહ્યો છે બનવા લોકોનો અવાજ. 20 ઓક્ટોબરના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ટીઝરમાં ટાઈગર શ્રોફ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 


કૃતિ સેનન પણજોવા મળશે આ ફિલ્મમાં 

ટીઝર જેવું રિલીઝ થયું અને થોડી જ વારમાં હજારો લોકોએ જોઈ લીધું. ટીઝરને જોઈ અનેક ફેન્સે કમેન્ટ કરી હતી જેમાં જોવા મળ્યું હતું કે ટાઈગરના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સુક્તા જોવા મળી હતી. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે કૃતિ સેનન પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં એક્શન થ્રિલર પણ જોવા મળશે. હિરોપંતી બાદ કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ ફરી વખત એક સાથે જોવા મળશે. ગણપથ સિવાય ટાઈગરની બીજી એક ફિલ્મ પણ આવવાની છે.        




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?