હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલા એલર્ટ અનુસાર , ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે. તે 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં પહોંચવાની સંભાવના છે. આ લો પ્રેશર એરિયા ધીમે ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આઇએમડીએ જણાવ્યું હતું કે, "ત્યારબાદ, તે 25 ઓક્ટોબરના રોજ ઉત્તરપૂર્વ તરફ આગળ વધે અને પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠાની નજીક પહોંચે તેવી સંભાવના છે."
Yesterday’s LPA over north Andaman Sea & SE BoB persisted over the same region in the morning of 21st . To intensify into a cyclonic storm over WC and adjoining EC BoB by 24th Oct. Thereafter, move N-NE and reach near WB - Bangladesh coasts on 25th Oct, skirting Odisha coast. pic.twitter.com/hnpCtj512o
— India Meteorological Department (@Indiametdept) October 21, 2022
શું નામ છે ચક્રવતનું નામ
Yesterday’s LPA over north Andaman Sea & SE BoB persisted over the same region in the morning of 21st . To intensify into a cyclonic storm over WC and adjoining EC BoB by 24th Oct. Thereafter, move N-NE and reach near WB - Bangladesh coasts on 25th Oct, skirting Odisha coast. pic.twitter.com/hnpCtj512o
— India Meteorological Department (@Indiametdept) October 21, 2022આ ચક્રવતનું નામ સિતરંગ રાખવામાં આવ્યું છે.હવામન વિભાગે આમાં ભારે વરસાદ અને પવનની ગતિ અંગે હજી સુધી કોઈ આગાહી જારી કરી નથી. હવામાન કેન્દ્રોનું જૂથ આરએસએમસી અને પાંચ પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રોના જૂથ ટીસીડબ્લ્યુસીએ સંયુક્ત રીતે ચક્રવાતનું નામ આપ્યું છે.
છૂટા છવાયો વરસાદ પડી શકે છે
વરસાદની આગાહી 24-25 ઓક્ટોમ્બરે છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.26 ઓક્ટોબરે છૂટાછવાયા સ્થળોએ પણ અતિ ભારે વરસાદની સંભાવના છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ આવો જ વરસાદ થવાની સંભાવના છે.