ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના LGને 2 પાનાની ચિઠ્ઠી લખી 5 દાવા ઠોક્યા


  • Published By :
  • Published Date : 2022-11-01 20:40:50

આજે ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે જેમાં તેણે 5 દાવા કર્યા છે. આ દાવામાં એક દાવો એવો પણ છે કે સુકેશે આમ આદમી પાર્ટીને 50 કરોડ રૂપિયા આપ્યા છે. 


કોણ છે સુકેશ ચંદ્રશેખર 

સુકેશ ચંદ્રશેખરના નામનો ઠક દિલ્લીની જેલમાં બંધ છે. સુકેશે માત્ર 17 વર્ષની ઉંમરમાં જ લોકોને ઠગવાનું શરૂ કરી દીધું હતું અને અત્યાર સુધીમાં તેણે ભારતમાં બોલિવુટ સેલિબ્રિટી, નેતાઓ અને બિઝનેસમેન સહિતના અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગ્યા છે. સુકેશ ચંદ્રશેખરની ઠગાઈમાં અભિનેત્રી જૈકલિન ફર્નાન્ડીઝ અને ડાન્સર નોરા ફતેહીનું પણ નામ પણ સામે આવ્યું છે.


શું છે સુકેશ ચંદ્રશેખરના પાંચ દાવા?

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે મારા પર દબાવ નાખવામાં આવ્યું હતું અને 50 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ તમામ રકમ કોલકાતાના સત્યેન્દ્ર જૈનના નજીકના ચતુર્વેદીએ વસૂલ્યા હતા. સુકેશે દાવો કર્યો છે કે મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા અને દિલ્લી ડીજી જેલ સંદીપ ગોયલને 12 કરોડ રૂપિયા આપ્યા છે. ઈડીને મેં જેલ ડીજીને આપેલા પૈસા અને જેલ પ્રશાસનના ગોરખધંધા વિશે માહિતી આપી છે. મેં દિલ્લી હાઈકોર્ટમાં અરજી કરીને આ રેકેટ મામલે સીબીઆઈ તપાસ કરવાની માગ કરી છે.


સત્યેન્દ્ર જૈન મને ડીજી મારફતે ધમકાવે છે 

સત્યેન્દ્ર જૈન દિલ્લીની તિહાડ જેલમાં બંધ છે અને તેઓ મને ડીજી જેલ અને જેલ પ્રશાસન મારફતે ધમકાવી રહ્યા છે. આ તમામ લોકો મારા પર પ્રેશર બનાવી રહ્યા છે કે હું ફરિયાદ લઈ લઉં. મને ડરાવવા-ધમકાવવામાં આવી રહ્યો છે. 


સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા

સુકેશે દાવો કર્યો છે કે સત્યેન્દ્ર જૈન મને જેલમાં મળવા આવતા હતા. તેઓ જેલ મંત્રી હતા અને મને પૂછતા હતા કે આમ આદમી પાર્ટીને રૂપિયા આપ્યા છે તે મામલે ઈડીને જાણકારી નથી આપીને. સુકેશે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સત્યેન્દ્ર જૈનના સેક્રેટરીએ મને જણાવ્યું હતું  કે જેલમાં સુરક્ષા અને જરૂરતનો સામાન જોઈતો હોય તો દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે. 


પૈસા આપીને આપને કહ્યું હતું કે મને મોટું પદ આપે 

સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તે 2015થી સત્યેન્દ્ર જૈનને ઓળખે છે. મેં આમ આદમી પાર્ટીને એ વાયદાથી 50 કરોડ રૂપિયા આપ્યા હતા કે દક્ષિણ ભારતમાં મને કોઈ મોટું પદ આપે અથવા રાજ્યસભામાં પહોંચવા મદદ કરે. 


મેં સીબીઆઈને ફંડીંગની જાણકારી આપીઃ સુકેશનો દાવો

સુકેશે દાવો કર્યો છે કે તેણે આપ અને જેલ ડીજીના પેમેન્ટની જાણકારી સીબીઆઈને આપી હતી અને દિલ્લી હાઈકોર્ટમાં સીબીઆઈ તપાસ માટે અરજી પણ દાખલ કરી હતી. સત્યેન્દ્ર જૈન મને ડરાવતા હતા જેથી હું મારી ફરિયાદ લઈ લઉં તેવો સુકેશ ચંદ્ર શેખરે દિલ્લીના લેફ્ટીનેન્ટ ગવર્નરને ચિઠ્ઠી લખી છે તેમાં દાવો કર્યો છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?