અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે.. નવી મુંબઈના શાહબાઝ ગામમાં આ ઘટના બની છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગ ધરાશાઈ થતા અનેક લોકો કાટમાળમાં દબાયા હોઈ શકે છે. ઘટનાની જાણ થતા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાઈ થઈ!
ચોમાસા દરમિયાન અનેક વખત બનાવ બનતા હોય છે બિલ્ડીંગ ધરાશાઈ થવાના.. અનેક લોકો કાટમાળની નીચે દબાઈ જતા મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજા પામતા હોય છે. મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવી મુંબઈના શાહબાઝ વિસ્તારમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ નામની ત્રણ માળની ઈમારત અચાનક પડી ગઈ હતી. આ બિલ્ડીંગમાં 24 જેટલા પરિવારો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાઈ થતા ઘણા લોકો દટાયા હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડમાં પણ બની ઘટના જેમાં...!
ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી ગઈ હતી. પોલીસ, એનડીઆરએફ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે અનેક બિલ્ડીંગો ધરાશાઈ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તરાખંડથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દુકાનો ધરાશાઈ ગઈ..
#WATCH | Maharashtra: Purushottam Jadhav, Navi Mumbai Deputy Fire Officer says, "We received a call about a building collapse at 4.50 am. 2 people have been rescued. Two people are likely to be trapped and rescue operation is underway to rescue them..." pic.twitter.com/2VSObKbjv1
— ANI (@ANI) July 27, 2024