રાજ્યમાં થોડા સમય બાદ ચોમાસુ સત્તાવાર રીતે બેસી જવાનું છે. પરંતુ તે પહેલા જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ચોમાસાની સિઝન દરમિયાન અનેક બિલ્ડીંગો પડી જવાની ઘટનાઓ આવતી હોય છે. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા છે. ત્યારે શુક્રવારે જામનગરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું.આ ઘટનામાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે હાઉસિંગ બોર્ડના અનેક એવા ઘરો છે જ્યાં લોકો ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોની નીકળી અંતિમ યાત્રા
વરસાદની સિઝનમાં અનેક વખત એવા સમાચારો આવતા હોય છે જેમાં મકાન તેમજ દિવાલ ધરાશાયી થતી હોય છે જેને કારણે માસુમ લોકોના જીવ જતા રહે છે. ત્યારે શુક્રવાર સાંજે જામનગરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. એક સાથે ત્રણ સભ્યોની અંતિમ યાત્રા નિકળી હતી. એક સાથે ત્રણ મૃતદેહો નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયોો હતો. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.
અનેક મકાનો પણ છે જર્જરિત
મહત્વનું છે કે એવા અનેક બિલ્ડીંગ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. અનેક કોલોની એવી છે જ્યાં છતના પોપડા ઉખડી ગયા છે. બિલ્ડીંગની એવી હાલત છે કે તે ગમે ત્યારે પડી શકે છે. અનેક વખત તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવી છે પરંતુ ત્યાં રહેતા લોકો પોતાના ઘરને છોડતા નથી.