મહેસાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણાના ખેરાલુ પાસે લોડીંગ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતા, પુત્ર અને માતાનું મોત થયું છે. ખેરાલુના ખેરપુર ગામનો પરિવાર બાઈક પર સવાર થઈ દાસજ ગોગા મહારાજના દર્શને કરી પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો
એક જ પરિવારના ત્રણ લોકોની અંતિમયાત્રા નીકળી
ગઈકાલે ખેરાલુ પાસે પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આજે મૃતકોની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ખેરાલુના ખેરપુર ગામે રહેતા 35 વર્ષીય બળવંતજી શંભૂજી ઠાકોર પાંચમ હોવાથી પોતાની પત્ની અને દીકરા કિશન સાથે બાઈક લઈને મંદિરે દર્શન કરવા ગયા જ્યાંથી પરત ફરતા છોટા હાથી વાહન સાથે તેમનું અકસ્માત સર્જાયો હતો.
આ અક્સ્માત જોતા જ ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા જેમાં લોકોએ પરિવારના ત્રણેય સભ્યોને લોહીલુહાણ હાલતમાં જોયા હતા જે જોઈને ત્યાં હાજર લોકો એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, રસ્તામાં વચ્ચે જ એકનું મોત થયું હતું. તેમજ સારવાર દરમ્યાન બે લોકોના મોત નીપજ્યા હતા. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ત્રણેય સભ્યોના પીએમ કરી મૃતદેહ ગામમાં લાવ્યા હતા. નવરાત્રિના માહોલ વચ્ચે મૃતદેહો જોઈ ગામના લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.