વડોદરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઓઢી મોતની ચાદર, કર્યો સામૂહિક આપઘાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-09 17:04:26

આપઘાતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન એવા અનેક સમાચારો સામે આવે છે જેમાં આપઘાત કરી લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. પારિવારિક, આર્થિક કારણોસર લોકો આપઘાત કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના ડભોઈ રિંગ રોડ ખાતે આવેલા દર્શનમ ડુપ્લેક્સમાં રહેતા પરિવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.


માસુમ પુત્રએ પણ માતા-પિતા સાથે ટૂંકાવ્યું જીવન  

છેલ્લા અનેક દિવસોથી આપઘાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. નાની નાની વાતમાં લોકો પોતાનો જીવ આપી રહ્યા છે. વડોદરામાં એક નાના પરિવારે પોતાના ઘરમાં સામૂહિક આપઘાત કરી લીધો છે. ગળે ફાંસો ખાઈ સભ્યોએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો છે. મળતી માહિતી અનુસાર મૃતક શેરબજારનો વ્યવસાય કરતા હતા. શેરબજારવા કામકાજ સાથે  સંકળાયેલા મિસ્ત્રી પરિવારે સાત વર્ષના માસુમ પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 



સુસાઈડ નોટ લખી દુનિયાને કહ્યું અલવિદા 

મળતી માહિતી અનુસાર દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ મોતને વ્હાલું કર્યું છે. પ્રિતેશભાઈએ પોતાની પત્ની સ્નેહા અને સાત વર્ષના પુત્ર સાથે આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર યુવકે પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી તે બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. મરતા પહેલા મૃતકે સુસાઈડ નોટ લખી હતી જેમાં કયા કારણોસર આ પગલું ભરી રહ્યા છે તે જાણી શકાયું નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...