દેશને ત્રણ ચિકિત્સા સંસ્થા મળવા જઈ જેમાં અભ્યાસની સાથે દર્દીઓનો ઈલાજ પણ કરવામાં આવશે. આ ત્રણ ચિકિત્સા સંસ્થામાં આયુર્વેદ, હોમીયોપેથી તેમજ યુનાની ચિકિત્સા પદ્ધતિ ભણાવામાં આવશે. કેંદ્રીય આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય આયુર્વેદિક સંસ્થા ગોવામાં શરૂ થશે. દિલ્હીમાં રાષ્ટ્રીય હોમીયોપેથી સંસ્થા શરૂ થશે જ્યારે ગાજિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની સંસ્થાનો પ્રારંભ થશે.
ત્રણેય સંસ્થાઓનું એક સાથે થશે ઉદ્ઘાટન
પહેલી વખત દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનો પ્રારંભ એક સાથે થશે. આ ત્રણેય સંસ્થાનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ગોવામાં આયોજીત થનાર નવમું વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં આ સંસ્થાઓનું ઉદ્ધાટન થવાનું છે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનેવાલે જણાવ્યું કે પીએમ મોદીએ એક નવા આયુષ મંત્રાલયને બનાવ્યું છે અને ટૂંક સમય બાદ આ મંત્રાલયનું બજેટ અનેક ઘણું વધારવામાં આવશે.