NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલ, મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી મળતા સુરક્ષા એજન્સી સતર્ક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-03 16:53:37

આતંકી હુમલાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે મુંબઈમાં આતંકી હુમલો થવાની ધમકી મળી છે જેને કારણે પોલીસ તંત્ર દોડતું થયું છે. એનઆઈએને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ અંગે NIAએ મુંબઈ પોલીસને માહિતી આપી હતી. અને આ અંગે પોલીસ અને અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી અને આ અંગે તપાસ પણ શરૂ કરી દીધી હતી.

   

ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સી થઈ એલર્ટ

એનઆઈએ એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને એક ઈ-મેઈલ મળ્યો હતો. આ મેલમાં સાધારણ મેઈલ નહીં પરંતુ ધમકી ભર્યો ઈમેઈલ હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ કરનાર વ્યક્તિએ પોતાને તાલિબાની હોવાનું જણા્યું હતું. ધમકીભરેલો ઈમેઈલ મળી આવતા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ અંગે વધુ જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરાયો હતો. તે સિવાય દેશના વિવિધ શહેરોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

    

અનેક સ્થળો પર હાથ ધરાયું ચેકિંગ  

ઈમેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના મુખ્ય નેતા સિરાજુદ્દીન હક્કાનીની આદેશ પર આવું થવા જઈ રહ્યું છે. એનઆઈએ દ્વારા આ અંગે મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી અને જે બાદ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. પોલીસ દ્વારા વિવિધ સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત અને સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.   




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..