Gujarat પર તોળાતું વાવાઝોડા 'તેજ'નું સંકટ, આ તારીખો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-19 16:45:20

ગુજરાતમાં થોડા સમય પહેલા બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. એ વાવાઝોડાને કારણે ગુજરાતમાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ગુજરાતને વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે પરંતુ તે બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને તેની નજીક ચક્રવાતની સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં તોફાન મચાવી શકે છે. 21 ઓક્ટોબર સુધી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.  


ગુજરાત પર વાવાઝોડા 'તેજ'નું સંકટ

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ અનેક જગ્યાઓ પરથી વરસાદ વરસવાના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતને ફરી એક વખત ચક્રવાત માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. બિપોરજોય બાદ ગુજરાત પર તેજ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. આ ચક્રવાત બિપોરજોય જેવું શક્તિશાળી હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


બિપોરજોય જેટલું ભયંકર હશે આ વાવાઝોડું! 

અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની અસર ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. આ વખતનું  ચોમાસું એકદમ અનિયમિત રહ્યું છે. પહેલા વરસાદ ન આવ્યો તેને કારણે ખેડૂતોને નુકસાન થયું. અને જ્યારે વરસાદ આવ્યો ત્યારે પૂર સર્જાયું. ત્યારે હવે ખેડૂતોની ચિંતા આ વાવાઝોડાએ વધારી છે. 21 ઓક્ટોબર સુધીમાં આ લો પ્રેશર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 


વાવાઝોડું કઈ દિશામાં જશે તે અનિશ્ચિત! 

હાલ હવામાનની સ્થિતિને જોતા અરબ સાગરમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. હિન્દ મહાસાગરમાં આવનારા વાવાઝોડાના નામની ફોર્મુલાના આધાર પર આ વાવાઝોડાને તેજ નામ આપવામાં આવશે. મહત્વનું છે કે હજુ સુધી આ વાવાઝોડું કઈ દિશામાં જઈ રહ્યું છે તેની પર નજર રહેશે. મહત્વનું છે કે બહુ તેજ ગતિથી પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...