ક્રિસમસ વેકેશનમાં અનેક લોકો બહાર ફરવા જતા હોય છે. હિલ સ્ટેશનમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં લાંબી લાઈનો વાહનોની જોવા મળી. કલાકો સુધી વાહનો ખસે નહીં તેવી પરિસ્થિતિ હતી. હિલસ્ટેશનથી અનેક ફોટા સામે આવ્યા છે જેને જોઈ ચિંતા વધી જશે કોરોનાને કારણે... એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો બહારગામ જઈ રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી શકે છે.
હિલસ્ટેશન પર્યટકોથી ઉભરાયું!
દિવાળીના સમયે અને ક્રિસમસના સમયે અનેક લોકો ફરવા જતા હોય છે. આ સમય દરમિયાન હોટલો ફૂલ થઈ જતી હોય છે. સહેલાણીઓ ઉમટી પડતા હોય છે જેને કારણે હોટલના ભાવમાં પણ તોતિંગ વધારો થતો હોય છે. ત્યારે આ વખતે ક્રિસમસ વેકેશનને ધ્યાનમાં રાખી લોકો હિલસ્ટેશનમાં ફરવા નિકળ્યા છે. અનેક હિલસ્ટેશનો એવા છે જ્યાં એટલા બધા લોકો ભેગા થયા થઈ ગયા છે કે પડે તેવા કકડા થઈ જાય તેવી હાલત છે. હિમાચલ પ્રદેશના મનાલીથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે.
આ ભીડ કોરોનાને આમંત્રણ આપી શકે છે!
મહત્વનું છે કે ન માત્ર મનાલીમાં પરંતુ અનેક હિલ સ્ટેશનો એવા છે જ્યાં આવી જ પરિસ્થિતિ હાલ જોવા મળી હશે. અનેક ટ્રેનો ફૂલ છે તો જ્યારે અનેક વાહનોને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. મહત્વનું છે એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ લોકો બિન્દાસ્ત બની ફરી રહ્યા છે. આવનાર દિવસોમાં કોરોનાના કેસ વધી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સમાચાર ડરાવવા માટે નથી પરંતુ જાગૃતિ આવે તે માટે છે.