ફ્લાવર શોમાં ઉમટી જનમેદની, કોરોનાની દહેશત વચ્ચે હજારો લોકોએ લીધી મુલાકાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-09 09:01:11

કોરોનાના બે વર્ષ બાદ ફરી એક વખત ભવ્ય આયોજનો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ઘટવાને કારણે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ ભવ્ય આયોજન થતા લોકોમાં પણ આ વાતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારના દિવસે ફ્લાવર શોની મુલાકાત 60 હજારથી પણ વધારે લોકોએ લીધી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો આવી જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 


કોરોના સંક્રમણ ઘટતા યોજાયા અનેક કાર્યક્રમો 

છેલ્લા બે વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા તો અનેક લોકોના મોત પણ થયા હતા. કોરોના સંક્રમણને કારણે મોટા પાયે થતા આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. અમદાવાદમાં યોજાતા અને કાર્યક્રમો યોજવામાં ન આવ્યા હતા. દરેક વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થતું હોય છે. પરંતુ કોરોનાને કારણે એનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. તે ઉપરાંત ફ્લાવર શો પણ યોજવામાં આવ્યો ન હતો. તે સિવાય પતંગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું ન હતું. 



ફ્લાવર શો તેમજ પતંગોત્સવમાં ઉમટ્યું માનવમહેરામણ 

આ વખતે કોરોના સંક્રમણ ઓછું હોવાને કારણે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો તેમજ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવાર હોવાને કારણે લોકો ફ્લાવર શો જોવા માટે ઉમટી પડ્યા હતા. રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જેને કારણે અટલ બ્રિજ પર ભારે ભીડ જોવા મળી હતી. ઉપરાંત ફ્લાવર શોને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.  રીવર ફ્રન્ટ રોડ, આશ્રમ રોડ તેમજ જમાલપુર-પાલડીના રસ્તા પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.



આવનાર સમયમાં વધી શકે છે કોરોના સંક્રમણ 

આટલી બધી ભીડ એકત્રિત થવાને કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર વ્યાપી ઉઠ્યો છે. એક તરફ સરકાર કોરોનાને ગંભીરતાથી લેવાની વાતો કરે છે, સાવચેતી રાખવાની વાતો કરે છે અને બીજી તરફ તંત્ર દ્વારા જ આવા આયોજન કરી ભીડ ભેગી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી પરંતુ શું ખરેખર ગાઈડલાઈન્સનું પાલન થતું હશે? આવનાર સમયમાં કોરોના કેસમાં ઉછાળો આવી શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?