ચીનમાં કોરોનાને કારણે હજારો લોકોના થઈ રહ્યા છે મોત! સ્મશાન ગૃહ બહાર લાગી લાંબી લાઈનો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-22 13:50:10

કોરોના ફરી એક વખત દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાથી હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના કેસને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ચીનમાં વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. એક અંદાજા પ્રમાણે ચીનની 80 ટકા વસતી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ઉપરાંત ચીને કોરોનાને કારણે લગાવેલા પ્રતિબંધો પણ હટાવી દીધા છે. જેને કારણે આવનાર દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે.

 

ચીનમાં કોરોનાને કારણે હાહાકાર 

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં તો કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ચીનની 80 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. 13થી 19 જાન્યુઆરી દરમિયાન કોરોનાને કારણે 13 હજારથી વધુ લોકોના મોત થયા છે. 


એક અઠવાડિયામાં થયા 13 હજાર લોકોના થયા મોત! 

કોરોના કેસ વધવાને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. પરંતુ કડક નિયમોનો વિરોધ ત્યાંના લોકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જે બાદ કોરોના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. હમણાં પણ ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ચીનમાં 13થી 19 જાન્યુઆરી દરમિયાન 13 હજાર લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે. સ્માશાન ગૃહ બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. 


કોરોનાનો સાચો આંકડો છૂપાવવાનો ચીન પર લાગ્યો છે આરોપ

ચીન પર કોરોનાનો આંકડો છુપાવવાના આરોપો લાગ્યા છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ટીકા થઈ રહી છે. શરૂઆતથી જ ચીન મૃત્યુઆંક છૂપાવી રહી છે. ચીનનું કહેવું છે કે અહીં માત્ર 5 હજાર લોકોનો જ મોત થયા છે પરંતુ સ્મશાન ઘરની બહાર ઉભેલી લાઈન કંઈક બીજુ જ દર્શાવે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?