રાહુલ ગાંધી એક તરફ ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને એક કરવા પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અનેક નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી ભાજપમાં જઈ રહ્યા છે તે બધા વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટિપટ્ટણી કરી છે. તેમણે કહ્યું કે જેને પણ કોંગ્રેસ છોડીને જવું હોય તેઓ જઈ શકે છે. જો કોઈ ભાજપમાં જવા માગતો હોય તો બિલકુલ જાય. અમે કોઈને રોકવા માગતા નથી. જો કોઈના વિચાર ભાજપ સાથે મેચ થતા હોય તો તેમના જવા માટે હું મારી ગાડી આપીશ. વધુમાં તેમણે કહ્યું કે કોઈના જવાથી કોંગ્રેસ ખતમ નહીં થાય.
અનેક દિગ્ગજ નેતાઓ ધારણ કર્યો છે કેસરિયો
કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ગોવા કોંગ્રેસમાંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તો કેપ્ટન અમરિંદર, કપિલ સિબ્બલ, જ્યોતિરાદિત્ય સિંધ્યા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી અલગ થયા છે. અનેક ભાજપમાં જોડાયા છે તો અમુક લોકોએ પોતાની નવી પાર્ટી બનાવી છે.
શું છે નિષ્ણાંતોનું માનવું
જ્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક જૂથ રાખવાના પ્રયાસો કરાવા જોઈએ ત્યારે કમલનાથના આ નિવેદનથી કોંગ્રેસને મોટુ નુકસાન થઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે.