RTI એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન...RTIથી તમે કોઈ પણ સરકારી સત્તામંડળની માહિતી અને તેના કામની માહિતી માંગી શકો છે. પણ RTIના આ કાયદાનો કેટલાક લોકો ખોટો ઉપયોગ કરી તોડબાજી કરતા હોય છે. જે બાબતે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જો RTIનો દુરુપયોગ કર્યો તો હવે ખેર નથી કારણ કે આવા તોડબાજો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે!
તોડબાજી કરનાર વિરૂદ્ધ અપનાવાયું કડક વલણ!
RTI હેઠળ સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે. RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ દ્વારા આરટીઆઈનો દુરઉપયોગ કરી ગાંધીનગરમાં શાળા સંચાકલોને બ્લેક મેઈલ કરી કરી પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા આ મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તોડબાજી કરતા શખ્સો સામે મુખ્યમંત્રી દ્વારા કડક વલણ અપનાવ્યું છે. સાથે જ તમામ મંત્રીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવી. તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે પણ કાર્યવાહીની સૂચના આપી હતી.
શાળા સંચાલકોને ધમકાવી પડાવ્યા કરોડો રૂપિયા!
મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા.જેમાં મહેન્દ્ર પટેલે 18 શાળાનાં સંચાલકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ પોલીસે મહેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે આ બાબતે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અને આવું નહિ ચલાવી લેવાય તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે.