વિદેશ જઈ ડોલરમાં કમાવી લેવાની ઘેલછામાં લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. લોકો નકલી ડોક્યુમેન્ટ, પાસપોર્ટના સહારે વિદેશ તો પહોંચી જતા હોય છે, પરંતુ લાયકાત ન હોવા છતા ગયેલા આવા લોકો પોતે તો વિદેશમાં ફસાતા હોય છે પણ સાથે-સાથે ભારત અને વિદેશમાં વસતા ભારતીય નાગરીકોનું નામ પણ બદનામ કરતા હોય છે. ત્યારે ફરીએક વખત આવી ધટના સામે આવી છે.
12મું નાપાસ યુવક નકલી સ્ટુડન્ટ વિઝા મેેળવી અમેરિકા પહોંચવા નીકળ્યો
વર્ષિલ ધોબી નામનો યુવક સ્ટુડન્ટ વિઝા મેળવી કેનેડાની કોલેજમાં એડમિશન તો લીધું પરંતુ એક દિવસ પણ કોલેજ ગયો ન હતો. 25 દિવસ કેનેડામાં રહ્યા બાદ વર્ષિલના એજન્ટે કેનેડાથી ગેરકાયદેસર રીતે તેને અમેરિકા મોકલવાનો તખતો તૈયાર કર્યો હતો પરંતુ અમેરિકાની પોલીસે તેને અને તેના સાથીદારને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ અમેરિકન પોલીસે કેનેડાની સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. કેનેડિયન પોલીસે તેની કોલેજમા તપાસ કરતા ખબર પડી કે આ યુવકની 10 અને 12ની માર્કશીટ નકલી છે.
એજન્ટે 65 લાખની માગણી કરી હતી
વર્ષીલને અમેરિકા મોકલવા માટે એજન્ટે તેના પિતા પાસે 2021માં 65 લાખની માગણી કરી હતી. જેમાંથી 30 લાખ વર્ષીલના પિતાએ આપી દીધા હતા. જેથી એજન્ટે કેનેડાના વિઝા અને ત્યાંની કોલેજમાં એડમિશન અપાવવાનું અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવાનો પ્લાન રચ્યો હતો પરંતુ વર્ષીલ અને તેના સાથીદારોને કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં અમેરિકન પોલીસે ઝડપી પાડયા હતા. જોકે સવાલ એ પણ છે કે વર્ષિલ ધો.10-12માં નાપાસ હોવા છતાં IELTSનું સર્ટિફિકેટ તેને કેવી રીતે મેળવ્યું તે મોટો પ્રશ્ન છે.
.