પાટણના આ યુવાને કરી બતાવ્યું કે કોઈ ધંધા છોટા નહિ હોતા, અને ગધેડાનું ફાર્મ ખોલી દીધું


  • Published By :
  • Published Date : 2023-10-10 06:05:22

કોઈને ગધેડો કહેવું એ એક પ્રકારે મૂરખ કહેવા સમાન માનવામાં આવે છે. એના સિવાય ઘણા લોકો સામાન્ય વાતચીતમાં સતત કામ કરનારાને 'ગધેડાની જેમ કામ કરનાર' પણ કહે છે. 

ભારતમાં ગધેડાનો ઉપયોગ મોટાભાગે ભાર વહન કરવા માટે થતો રહ્યો છે પરંતુ વાહનો આવ્યા બાદ ગધેડાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે...જોકે, હવે એવી વાત સામે આવી રહી છે જેના કારણે કદાચ તેની સંખ્યા વધારવામાં લોકોની દિલચસ્પી વધે. 

પાટણ જિલ્લાના મણુંદ ગામે અમે ડોન્કી ફાર્મ જોયું જે જોઈને અમે પણ વિચારમાં પડી ગયા કે શું ડોન્કી ફાર્મ પણ હોય ? તો અમે ત્યાં હાજર ધીરેન સોલંકી નામના યુવાનને મળ્યા જે આ ડોન્કી ફાર્મના માલિક છે. તેમણે જે વાત અમને કરી તે સાંભળી આપ પણ વિચારમાં પડી જશો, ધીરેન ભાઇએ અમને જણાવ્યું કે આ ગધેડીનો ઉછેર કરી તેના દૂધ અને મળ મૂત્રથી અમે મહિને લાખો રૂપિયા કમાઈ લઈએ છીએ. આ સાંભળી અમે ધીરેન ભાઈ સાથે આગળ વાત કરી જાણ્યું કે આ ડોન્કી ફાર્મ ખોલવાનું વિચાર કેવી રીતે આવ્યો, 

અધધ.. ગધેડીનું દૂધ 7,000 રૂપિયા લીટર ? એક કિલો દૂધના પાવડરના 70,000 રૂપિયા !

ગધેડીના દૂધમાં અનેક પોષક તત્વો હોય છે જેના કારણે માર્કેટમાં તેનો ભાવ પણ વધુ હોય છે આ દૂધ સૌથી વધુ સાઉથ ઇન્ડિયામાં અને આ દૂધનો પાવડર વિદેશોમાં જતો હોય છે. ગધેડીના દૂધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી એજિંગ તત્વો ખુબ મળી આવે છે. જ્યારે દૂધમાં ફેટનું પ્રમાણ નહિવત હોય છે. આ સિવાય જો સ્વાસ્થ્યના રૂપે જોવામાં આવે તો ગધેડીનું દૂધ આંતરડાનું સંક્રમણ કરે છે. માથાના દુઃખાવા માટે સારું છે. તેમાં લેક્ટોજ ઇંટોલેરેન્ટસ હોય છે. તે ઓસ્ટીયોપોરોસીસ માટે ઉપયોગી છે. તેમજ પ્રતિરક્ષા પ્રણાલી વધારે છે. તેમજ વાળ અને સૌંદર્ય માટે ફાયદાકારક છે. સિવાય એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, આર્જેન્ટીમાં પોતાના બાળપણમાં “માં”ના દુધના વિકલ્પમાં ગધેડીના દુધ આપવામાં આવતું હતું. સાથે જ ઉત્પાદન ઓછું હોવાથી તે ખુબ જ મોઘું મળે છે. ભારતના અને વિશ્વના બજારોમાં ગધેડીનું દૂધ લિટરે 5,000થી 7,000ની કિંમતમાં વેચાય છે અને દૂધમાંથી બનેલું પાવડર 70,000 રૂપિયા કિલો વેચાય છે

હલારી નસ્લની ખાસિયત

આ પ્રજાતિ ગુજરાતમાં મળી આવે છે. જેના દૂધને દવાનો ખજાનો ગણવામાં આવે છે. હલારી પ્રજાતિની ગધેડીમાં કેન્સર, મોટાપો, એલર્જી જેવી બીમારીઓ સામે લડવાની પુષ્કળ ક્ષમતા હોય છે. અનેકવાર ગાય કે ભેંસના દૂધથી નાના બાળકોને એલર્જી થાય છે પરંતુ હલારી પ્રજાતિની ગધેડીના દૂધથી ક્યારેય એલર્જી થતી નથી. હલારી નસ્લના ગધેડા સફેદ હોય છે. તેનું કદ કાઠી મજબુત અને સામાન્ય હોય છે. હરિયાણાના કરનાલ સ્થિત રાષ્ટ્રીય પશુ અનુવાંશિક સંસાધન બ્યુરો એ પણ તેના પર રીસર્ચ કરીને તેને ખાસ પ્રકારના ગધેડા જણાવ્યા છે. આ સિવાય જો સ્વાસ્થ્યના રૂપે જોવામાં આવે તો ગધેડીનું દૂધ આંતરડાનું સંક્રમણ કરે છે. માથાના દુઃખાવા માટે સારું છે. તેમાં લેક્ટોજ ઇંટોલેરેન્ટસ હોય છે. તે ઓસ્ટીયોપોરોસીસ માટે ઉપયોગી છે. તેમજ પ્રતિરક્ષા પ્રણાલી વધારે છે. તેમજ વાળ અને સૌંદર્ય માટે ફાયદાકારક છે

 

ડોન્કી ફાર્મ આખાય ગુજરાતમાં ક્યાંય નથી !

ગધેડાઓનો ઉછેર કરતા ધીરેન ભાઇએ એમને જણાવ્યું કે તેમનું ડોન્કી ફાર્મ આખા ગુજરાતમાં નહિ પરંતુ આખાય નોર્થ ઈન્ડિયાનું પહેલું ફાર્મ છે. તેમણે ઓનલાઇન જોઈને આ ધંધાની શરૂઆત કરી હતી અને તેમને એ પણ વિચાર આવ્યો હતો કે ગધેડા તો લાવીશું પણ, એનું દૂધ ક્યાં વેચિશું ? તેનો રસ્તો કાઢવા મટે તેમણે ઓનલાઇન સર્ચ કરી સંશોધન કર્યું અને તેમણે સાઉથની કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યા અને તેમને દૂધ મોકલવાનું શરૂ કર્યું. પણ આ દૂધ જો કોલકત્તા અને સાઉથના અન્ય શહેરોમાં હજારો કિલોમીટર દૂર જાય તો બગડવાની શક્યતાઓ રહે ! પણ તેનો રસ્તો પણ ધીરેન ભાઈએ કાઢી લીધો, આમ તો ગધેડીનું દૂધ ત્રણ મહિના સુધી નથી બગડતું પણ જો તે ડીપ ફ્રીજમાં રહે તો જ..માઈન્સ ચાર ડિગ્રીમાં દૂધની બોટલો પહોચાડવા માટે તેઓ આઇસ બોક્ષનો વિચાર કર્યો અને બોટલોની ઉપર નીચે બરફના થર મૂકી એક્ષપોર્ટ કરવાનું શરૂ કરી દીધું અને પછી શું...ધીરેન ભાઈની ગાડી ચાલી પડી અને ડોન્કી ફાર્મના ધંધામાં ધીરે ધીરે સફળ થતા ગયા. આજે તેઓ TDS ડોન્કી ફાર્મની પોતાની વેબસાઈટ પણ ધરાવે છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...