ગુજરાતના વિકાસ મોડલને પડકારતું આ ગામ... 75 વર્ષ બાદ ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોએ કાઢી શોભાયાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 10:45:13

ઓગસ્ટ મહિનામાં દેશે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવેલી ઉજવણી સૌએ જોઈ પરંતુ અનેક ભારતના તો ઠીક ગુજરાતમાં પણ એવા અનેક ગામો છે જ્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. આજે એવા જ એક ગામની વાત કરવી છે જ્યાં 75 વર્ષ પછી સરકારી બસની સેવા શરૂ થઈ. શહેરના લોકોની સામે જ્યારે સરકારી બસ સુવિધાની વાત એકદમ સામાન્ય લાગે. પરંતુ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસ.ટી બસ આવતા લોકોના ઉત્સાહનો પાર ન રહ્યો. 

બસને દુલ્હનની જેમ શણગારી ગ્રામજનોએ શોભાયાત્રા કાઢી 

શહેરમાં રહેતા લોકો માટે ગામમાં રહેતા લોકોની તકલીફ સમજવી ઘણી મુશ્કીલ હોય છે. શહેરના લોકોને જે સુવિધા મળે છે તેવી સુવિધા મેળવવા ગ્રામજનોએ વર્ષો સુધી રાહ જોવી પડે છે. સરકારી બસની સુવિધા શહેરના લોકો માટે એકદમ સામાન્ય વાત હોય છે જ્યારે એ જ સરકારી બસને પોતાના ગામમાં આવતી જોઈ ગ્રામજનોની ખુશીનો પાર નથી રહેતો. બસ આવવાની ખુશીમાં ગામના લોકોએ બસને શણગારી બસની શોભાયાત્રા કાઢે છે. 

બસ

બસ

અનેક સરકાર બદલાઈ પરંતુ તેમની સમસ્યા ત્યાંની ત્યાં જ

આઝાદીના 75 વર્ષ વીત્યા પછી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા અને બારકુવા ગામમાં એસટી બસ આવતા ગ્રામજનોને લાગ્યું કે તેમનો સંઘર્ષ પૂરો થયો છે. કારણ કે બસની સુવિધા ગામમાં પહોચાડવા ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ તેમની રજૂઆતનો હજી સુધી કોઈ ઉકેલ ન આવ્યો હતો. પરંતુ જ્યારે એસટી બસ તેમના ગામમાં આવી ત્યારે ખુશ થઈ બસને દુલ્હનની જેમ શણગારી હતી અને સેંકડો બાઈકસવારોએ સરઘસ કાઢી, બસ આવવાની ઉજવણી કરી હતી. તેમજ બસ આગળ કુંવારી કન્યાઓ માથે કળશ મુકીને ચાલતી હતી. 

બસ

બાળકોની ખુશી

આટલા વર્ષો બાદ પણ વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે અનેક ગામ  

જો આપણે આઝાદીના વર્ષોને ન ગણીએ તો પણ આ ગામને એસટી બસ સેવાનો લાભ મેળવવામાં ઘણો વિલંબ થયો છે. ગુજરાતની સ્થાપના થયા બાદ તે સમયે ગુજરાત સરકાર પાસે કુલ 1767 બસો હતી જે આજે 8703 થઈ ગઈ છે. આ આંકડા જીએસઆરટીસી વેબસાઈટ અનુસાર છે. ગુજરાતનું વિકાસ મોડલ બતાવી ભાજપ સરકાર એક તરફ આ વાત પર ગૌરવ અનુભવી રહી છે ત્યારે શું તાપીનું આ ગામ ગુજરાતમાં નથી આવતું? આવા તો અનેક ગામો હશે જ્યાં આવી મુસીબતનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે. આટલા વર્ષોથી આવા ગામો  વિકાસથી કેમ વંચિત છે તે એક મોટો પ્રશ્ન છે.              

 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.