ભડકેલી હિંસા વચ્ચે મણિપુર પહોંચ્યા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, કાફલો રોકી દેવાતા કોંગ્રેસે કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-06-29 14:13:50

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. અનેક વખત ફાયરિંગની ઘટનાઓ પણ બની રહી છે. સુરક્ષાબળોને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. મણિપુરમાં શાંતી સ્થપાય તે માટે અમિત શાહે શાંતિ ફેલાય તે માટે સર્વ પક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું. મણિપુરમાં ભડકેલી હિંસા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે મણિપુરના પ્રવાસે ગયા છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલ રાહુલ ગાંધી પહોંચે તે પહેલા જ તેમના કાફલાને રોકી દેવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 

          

અમિત શાહે મણિપુરની સ્થિતિ અંગે કરી હતી બેઠક

3મેથી મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે. મણિપુર ભડકે બળી રહ્યું છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક દિવસો વિતી ગયા છતાંય ત્યાંની પરિસ્થિતિ સામાન્ય નથી થઈ. સ્થિતિને સામાન્ય કરવા સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી છે પરંતુ તે બાદ પણ હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. પીએમ મોદીને પણ ત્યાંના નેતાઓએ પત્ર લખી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. પરંતુ આ મામલે પીએમ મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. મહત્વનું છે કે અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી. તે બાદ સર્વપક્ષીય બેઠક બોલાવી આ મામલે ચર્ચા કરી હતી. 


રાહુલ ગાંધીના કાફલાને રોકી દેવાયો

મણિપુરમાં ફાટેલી હિંસાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચ્યા છે. બે દિવસના પ્રવાસે ગયા છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીના કાફલાને ઈમ્ફાલથી અનેક કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવ્યો હતો. કાફલો રોકી દેવામાં આવતા કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપની સરકાર પર પ્રહાર કર્યા છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.