ચૂંટણીનો સમય નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. અનેક નેતાઓ પક્ષ પલટો કરી બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે. ભાજપના નેતાઓ કોંગ્રેસ અથવા તો આપમાં જોડાય છે. તો કોંગ્રેસના નેતાઓ ભાજપ અથવા તો આપમાં જોડાય છે. ત્યારે આ વખતે ભાજપના નેતા અને બગસરા APMCના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયાએ આમ આદમી પાર્ટીનો હાથ થામી લીધો છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
કડીમાં આવ્યો રાજકીય ભૂકંપ
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતમાં આવી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો ભાજપમાંથી અનેક નેતાઓ આપ કે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કડીમાં અમરેલી જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. કેસરીયો છોડી તેમણે આપનો કેસ ધારણ કર્યો છે. કાંતિ સતારિયા ભાજપમાં જોડાતો રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.
ભાજપ અને કોંગ્રેસ પર કેજરીવાલે કર્યા પ્રહાર
વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત થયા છે. આપ પણ પોતાનો પ્રચાર જોરશોરથી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં દિલીપ સંઘાણી અને બાવકુ ઊંધાડના નજીકના ગણાતા કાંતિ સતાસીયા આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉઁઝા ખાતે આપે સભા સંબોધી હતી જેમાં ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પર પણ આપે પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ વિશે ટિપ્પણી કરતા કહ્યું કે દેશમાંથી કોંગ્રેસ જતી રહી છે. અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિકાસના નામે લોકોને છેતરી રહી છે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ 27 મિનીટમાં લઈ લેશે.