આકરો રહેશે આ વખતનો ઉનાળો! ફેબ્રુઆરીથી જ થઈ રહ્યો છે ગરમીનો અહેસાસ, હીટ વેવને લઈ કેન્દ્ર સરકારે લખ્યો છે પત્ર


  • Published By :
  • Published Date : 2023-03-01 13:49:24

જેમ શિયાળાની કાતિલ ઠંડીનો અહેસાસ આ વખતે થયો હતો તેવી જ રીતે આ વખતની ગરમી પણ આકરી રહેવાની છે. ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. વર્ષ 1877 બાદ આ વખતે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી પડી રહી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધારે ઉપર જવાની આગાહી કરવામાં આવી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં ભારતમાં પડી રહેલી ગરમીને પહોંચી વળવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


આ વખતે ઉનાળામાં આકરો તાપ સહન કરવા રહેવું પડશે તૈયાર

ગુજરાતમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માર્ચથી મે વચ્ચે સંભવિત લૂ માટે એડવાઈઝરી જારી કરી છે. ઉનાળાના ગરમીનો અહેસાસ ફેબ્રુઆરીથી લોકોને થઈ રહ્યો છે. ફેબ્રુઆરી 2023માં દેશમાં દિવસનું સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય તાપમાનથી 1.74 ડિગ્રી વધુ છે. કેન્દ્ર સરકારે હીટવેવને લઈને એડવાઈઝરી બહાર પાડી છે અને ચેતવણી આપી છે જે મુજબ માર્ચથી મે સુધી આકરો તાપ વેઠવો પડશે. 


ડિ-હાઈડ્રેશન ન થાય તેનું રાખવું જોઈએ ધ્યાન 

હવામાન વિભાગના મતે 1901થી અત્યાર સુધી ફેબ્રુઆરી 2023નું દિવસનું તાપમાન સૌથી વધુ આ વર્ષે નોંધાયું છે. ગરમીમાં ડિ-હાઈડ્રેશન ન થાય તે માટે ધ્યાન રાખવા માટે જણાવ્યું છે. સતત નાળિયેલનું પાણી પીવું, પાણી તેમજ લીંબુ શરબત પીતા રહેવું જોઈએ. ઉપરાંત બપોરે 12થી 3 વચ્ચે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો શરીરનું તાપમાન વધી જાય અથવા તો પરસેવો આવતો બંધ થઈ જાય તો 108ને તરત કોલ કરો.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.