દેશનું કયું રાજ્ય સૌથી ખુશ છે તેનો સર્વે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો છે. એમઆઈડીના પ્રોફેસર રાજેશ પિલાનિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભારતનું મિઝોરમ સૌથી હેપ્પી રાજ્ય છે. એક રિપોર્ટ અનુસાર મિઝોરમ ભારતમાં સાક્ષરતાના અનુસંધાને બીજા ક્રમે છે.
મિઝોરમ બન્યું Happiest State Of India!
ખુશ રહેવું દરેકને વધારે ગમે છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેના જીવનમાં ખુશી રહે. ત્યારે આજે ખુશી અંગે વાત નથી કરવાની પરંતુ ભારતનું એવું રાજ્ય જેને સૌથી વધારે ખુશ હોવાનું બિરૂદ્ધ મળ્યું છે. એમઆઈડીના પ્રોફેસર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ રિપોર્ટમાં મિઝોરમ સૌથી વધારે હેપ્પી રાજ્ય હોવાનું સામે આવ્યું છે. આ સર્વે અનેક માપદંડો પર આધારીત હોય છે.
આ માપદંડો પર થાય છે સર્વે!
જે માપદંડોના આધારે આ સર્વે કરવામાં આવે છે તેમાં પારિવારીક સંબંધો. સામાજીક મુદ્દાઓ, પરોપકાર ધર્મ, ખુશી, કામ સંબંધિત મુદ્દાઓ, શારિરિક તેમજ માનસિક આરોગ્યનો સમાવેશ થાય છે. ત્યારે આ બધા માપદંડો પર મિઝોરમ રાજ્ય ખરૂ ઉતર્યું છે. એક અહેવાલ અનુસાર મિઝોરમમાં સાક્ષરતા વધારે છે. ભલે મિઝોરમ આર્થિક દ્રષ્ટિએ થોડું નબળું રાજ્ય છે પણ સાક્ષરતાની દ્રષ્ટિએ આ રાજ્ય અનેક રાજ્યોને પાછળ પાડી દે તેવું છે. ત્યાંના બાળકો પણ આશાવાદી છે.