Ganesh Jadejaની આ મુસ્કાન System પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે! ધરપકડ બાદ પણ કોઈ શરમ નહીં, હસતો જોવા મળ્યો! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 11:13:17

ગણેશ જાડેજાની ધરપકડ પરમ દિવસે મોડી રાત્રે કરી લેવામાં આવી.. ગણેશ જાડેડા સહિત 8 આરોપીની રિમાન્ડ નામંજૂર કરવામાં આવી છે. રિમાન્ડ નામંજૂર થઈ છે સાથે સાથે એવી માહિતી પણ સામે આવી છે કે ગણેશ જાડેજા અને તેના સાથીઓને જેલ હવાલે કરી દેવાયા છે.. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગણેશ જાડેજા સિવાય તમામના ચહેરાઓ પર કાળા કલરનું માસ્ક પહેરાવવામાં આવ્યું છે.. ગણેશ જાડેજાને કાળા કલરનું માસ્ક પહેરાવવામાં નથી આવ્યું.. ગણેશ જાડેજાની નફ્ટાઈ ખુલ્લીને જાણે સામે આવતી હોય તેવું લાગે છે..! અફસોસ તો તેના ચહેરા પર દેખાતો નથી પરંતુ તે હસી રહ્યો છે... 

ગણેશ જાડેજાને નથી કોઈ શરમ નથી કોઈ અફસોસ 

છેલ્લા થોડા સમયથી જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ચર્ચામાં છે.. જૂનાગઢના અનુસૂચિત જાતિના યુવક સંજય સોલંકીને ગણેશ જાડેજાએ માર માર્યો તેવી એક ફરિયાદ થઈ. ત્યારે તે અને તેના સાથી ફરાર થઈ ગયા. એક દિવસ પહેલા જ તેની ધરપકડ કરાઈ. ગઈકાલે તેને જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લઈ જવામાં આવ્યો અને ત્યાંથી જે વીડિયો સામે આવ્યો જેમાં સાફ દેખાય છે કે ગણેશ જાડેજાને ના શરમ છે કે ના અફસોસ છે.. પોલીસની ધરપકડ બાદ પણ તેના ચહેરા પર પસ્તાવો હોવાને બદલે તે હસી રહ્યો છે જેલમાં જાય છે ત્યારે પણ એ ખી ખી કરીને હસી રહ્યો છે..  



સિસ્ટમને ચેલેન્જ કરે છે આ મુસ્કાન!

ગણેશ જાડેજા જે પ્રમાણે હસી રહ્યો છે તે જાણે સિસ્ટમ પર હસી રહ્યો હોય તેવું લાગે છે. કદાચ એને એવું હશે કે, એ માનતો હશે કે તે મોટા બાપના ઓલાદ છે એટલે થોડા દિવસોની અંદર છૂટી જશે.. ગણેશ જાડેજાની આ મુસ્કાન એ આપણી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ખુબ મોટો પ્રશ્નાર્થ ચિહન ઉભું કરે છે. તેની આ મુસ્કાન સરકારને ચેલેન્જ કરે છે કે તમારે જે કરવું હોય તે કરી લો. જૂનાગઢ ડીવાયએસપી દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે.. 


મોટી બાપની ઓલાદને કદાચ લાગતું હશે કે....

મહત્વનું છે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે અમીર બાપની ઓલાદ પકડાય છે ત્યારે તેના ચહેરા પર ના તો અફસોસ હોય છે ના તો પસ્તાવો હોય છે.. તેમને લાગતું હોય છે કે સિસ્ટમ તેમના બાપની છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે કે અમને કમેન્ટમાં જણાવજો.. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.